બાબરા નગરપાલિકાની નવી ટીમની વરણી પ્રાંત અધિકારી અને જિલ્લા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં સર્વાનુમતે કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ તરીકે રંજનબેન રમેશભાઈ પરવાડીયા અને ઉપપ્રમુખ પદે યજ્ઞેશભાઈ શુક્લની પસંદગી થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત, કારોબારી ચેરમેન તરીકે ભરતભાઈ રંગપરા, પક્ષના નેતા તરીકે શિવરાજભાઈ ખાદા તેમજ દંડક તરીકે મનીષાબેન સરવૈયાની વરણી કરવામાં આવી છે.આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રથમ વખત બ્રહ્મ સમાજના યુવા આગેવાન યજ્ઞેશ શુક્લ ઉપપ્રમુખ બનતા સમગ્ર સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ છે. નવી ટીમે આગામી સમયમાં બાબરા શહેરના સર્વાંગી વિકાસ, પારદર્શક વહીવટ, સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપીને લોકઉપયોગી કાર્યો કરવાની મક્કમ પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.








































