અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અને સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ ધારાસભ્યો મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવિયા અને જે.વી. કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અગાઉના પેન્ડિંગ પ્રશ્નો જેવા કે રસ્તાઓ, જમીન માપણી, વીજ જોડાણ, જંગલ કટીંગ, પાણી પુરવઠો, માર્ગ અને મકાન વિભાગ તેમજ નગરપાલિકાને લગતી ઝડપી નિરાકરણ લાવવા માટે તમામ સંબંધિત કચેરીઓના વડાઓને જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, તેમણે જિલ્લામાં રાસાયણિક ખાતર અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો નિયમિત પુરવઠો જળવાઈ રહે તે બાબતે પણ સમીક્ષા કરીને યોગ્ય દિશાનિર્દેશો જાહેર કર્યા હતા. આ મહત્વપૂર્ણ બેઠકમાં નાયબ વન સંરક્ષક ધારી, એ.એસ.પી. જયવીર ગઢવી, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી કે.જે. જાડેજા, નિવાસી અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલ સહિત લાઠી, સાવરકુંડલા, બગસરા અને ધારીના પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ઉપસ્થિત રહ્યા હતા.






































