શહેરના પોશ વિસ્તારોમાં ભિક્ષા માગવાના બહાને ચોરી કરતી બે સગી બહેનોની વસ્ત્રાપુર પોલીસે અટકાયત કરી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી માધવ પીજીમાં થોડા દિવસો પહેલા એક કિંમતી મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી, જેમાં બે શંકાસ્પદ મહિલા દેખાઈ હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી બે શંકાસ્પદ જણાતી મહિલાઓની અટકાયત કરી હતી. આરોપીની તપાસ કરતાં બંને સગી બહેનો અને શાતિર ચોર હોવાનું સામે આવ્યું હતું.
બંને બહેનો વસ્ત્રાપુર તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા પીજીમાં જતી હતી અને ત્યારબાદ દરવાજા ખુલ્લો હોય ત્યારે ચોરી કરી લેતી હતી. જા કોઈપણ વ્યક્તિ ચોરી કરતા પકડી લેતો તેઓને તો નાગપુરના આનંદ મિશન આશ્રમ નામનું એક કાર્ડ બતાવીને બહેરા મૂંગા હોવાનો ઢોંગ કરતા હતા. બંને મહિલાઓ સગી બહેનો છે અને ડિવોર્સી છે. અને શહેરના અલગ અલગ વિસ્તારો જઈને ભીખ માંગવાનો ડોળ કરી અને ત્યારબાદ કોઈપણ વસ્તુની ચોરી પણ કરી લેતી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન પણ શરૂઆતમાં ઢોંગ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, વ†ાપુર પોલીસે કડકાઈથી તપાસ કરતા તેનો આ પર્દાફાશ થયો હતો. પોલીસે મહિલાઓની અટકાયત કરી તેમના અન્ય ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે તેણે અગાઉ પણ અન્ય વિસ્તારોમાં આ પ્રકારે ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોઈ શકે છે.








































