બગસરા શહેરમાં પૈસાની લેતીદેતી મામલે એક યુવકે પ્રૌઢ સાથે ઝઘડો કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે નીતિનભાઈ ચંદુભાઈ પંડ્યાએ મંથન નીતિનભાઈ પંડ્યા (ઉ.વ.૨૧) સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી મંથને તેમની પાસે પોતાના હિસાબના પૈસાની માંગણી કરી હતી. જોકે, તેમણે અત્યારે પૈસા આપવાની ના પાડતા મામલો બિચકાયો હતો. પૈસા આપવાની ના પાડતા ૨૧ વર્ષીય મંથન એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેમને જાહેરમાં અપશબ્દો આપવા લાગ્યો હતો. ઉશ્કેરાટમાં આવીને યુવકે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.ડી. કલસરિયા વધુ તપાસ કરી રહ્યા છે.







































