રાજુલા શહેરમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી દત્તાત્રેય મહારાજને સમર્પિત પ્રથમ ભવ્ય મહાયજ્ઞનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વૈદિક યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય આધ્યાત્મિક જ્ઞાન, આરોગ્ય, શાંતિ અને પિતૃદોષ નિવારણનો હતો. ગિરનાર ક્ષેત્ર સાથે વિશેષ જોડાણ ધરાવતા દત્તાત્રેય મહારાજે ૨૪ ગુરુઓ દ્વારા પ્રાપ્ત કરેલા જ્ઞાનના પ્રસારની સ્મૃતિમાં શ્રધ્ધાળુઓ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા.







































