વિરપુર (ધારી) સ્થિત વિરપુર કેળવણી મંડળ સંચાલિત માધ્યમિક શાળાએ ધોરણ ૧૨માં ૧૦૦% અને ધોરણ ૧૦માં ૭૧.૪૨% પરિણામ મેળવી ઝળહળતી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. ધોરણ ૧૦માં
વાળા મયુરીબેન અને ધોરણ ૧૨માં કહોર કરુણાબેને પ્રથમ સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મેળવેલી આ સફળતા બાદ હવે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ધોરણ ૯ થી ૧૨ની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. સંસ્થામાં બક્ષીપંચ છાત્રાલય સહિત દીકરીઓ માટે પણ નિઃશુલ્ક રહેવા-જમવાની હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે. પ્રવેશ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને વિરપુર (તા. ધારી, જિ. અમરેલી) ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.