લીલિયા તાલુકાની વર્ષોથી ચાલતી રેલવે ફાટકની સમસ્યાનો હવે અંત આવવા જઈ રહ્યો છે. સનાળીયા રોડ અને પીપળવા રોડ પર અંદાજે ૨૩ કરોડ રૂપિયાના ખર્ચે અંડરપાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવતા વેપારીઓ અને રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કામગીરી માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને સાંસદ ભરતભાઈ સુતરીયાની જનતાએ પ્રશંસા કરી છે. પીપળવા રોડના રેલવે ફાટકના કારણે ખાસ કરીને ૧૦૮ એમ્બ્યુલન્સને લીલિયા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડતી હતી, જેના કારણે દર્દીઓને જોખમનો સામનો કરવો પડતો હતો. અંડરપાસ બન્યા બાદ દર્દીઓને ઝડપી સારવાર મળશે. ઉપરાંત સનાળીયા રોડ પર ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ સુધી જવામાં થતી મુશ્કેલીઓનો પણ અંત આવશે.તકે હિતેશભાઈ કારીયા,નંદલાલ સાવલિયા,આર.બી ભાલાળા, ગ્રામજનો અને વેપારીઓએ આ ઐતિહાસિક નિર્ણય બદલ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.







































