(૧) જાપાન: જાપાનમાં , મધર્સ ડે શરૂઆતમાં શોવા સમયગાળા દરમિયાન ૬ માર્ચે મહારાણી કોજુનના જન્મદિન તરીકે ઉજવાતો હતો. આ દિવસની સ્થાપના ૧૯૩૧માં થઈ, જ્યારે શાહી મહિલા સંઘનું આયોજન કરાયું હતું. ૧૯૩૭ માં, “પ્રાઇઝ મધર્સ”ની પ્રથમ બેઠક ૮મેએ યોજાઈ. ૧૯૪૯માં જાપાની સમાજે મે માસના બીજા રવિવારને જાપાનમાં મધર્સ ડે તરીકે અપનાવ્યો. આજે, લોકો માતાને લાલ કાર્નેશન અને ગુલાબના ફૂલની ભેટ આપે છે.
(ર) કિર્ગીસ્તાન: કિરીગિસ્તાનમાં , દર વર્ષે ૧૯ મેના રોજ માતૃ દિવસ ઉજવાય છે. આ દિવસ સૌપ્રથમ ૨૦૧૨માં ઉજવાયો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર માતાઓનું સન્માન કરાય છે.
(૩) લાતવિયા: લાતવિયામાં પ્રથમ વાર ૧૯૨૨માં મધર્સ ડે ઉજવાયો હતો. ૧૯૩૪થી, મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવાય છે. ૧૯૯૨માં બાલ્ટિક રાજ્યો પર સોવિયેત કબજાના અંત પછી ઉજવણી ફરી શરૂ કરાઇ હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર માતાઓનું સન્માન કરાય છે.
(૪) લિથુઆનિયા: લિથુઆનિયામાં પ્રથમ વાર ૧૯૨૯માં મધર્સ ડે ઉજવાયો હતો. લિથુઆનિયામાં, મે મહિનાના પહેલા રવિવારે મધર્સ ડે ઉજવાય છે.
(પ) માલાવી: માલાવીમાં , મધર્સ ડેના દિવસે જાહેર રજા હોય છે. આ દિવસ ૧૫ ઓક્ટોબર કે તેના પછીના કાર્યકારી દિવસે ઉજવાય છે.જે યુએનના વિશ્વ ગ્રામીણ મહિલા દિવસ પર ઉજવાય છે.
(૬) માલદિવ્સ: માલદિવમાં , ૧૩ મેના રોજ મધર્સ ડે ઉજવાય છે.આ દિવસને અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. બાળકો ભેટ આપે છે અને માતા સાથે સમય વિતાવે છે.દીકરીઓ માતાને કાર્ડની સાથે હાથથી બનાવેલી કોઇ ભેટ અને ફૂલ આપે છે. માલદિવના લોકો માતૃ દિવસ ઉજવવાનું ખાસ પસંદ કરે છે.
(૭) માલ્ટા: માલ્ટામાં મધર્સ ડેનો પહેલો ઉલ્લેખ મે ૧૯૬૧માં ફ્રાન્સ એચ.સેઇડ દ્વારા સંચાલિત રેડિયો ચિલ્ડ્રન્સ પ્રોગ્રામ દરમિયાન થયો હતો. થોડા વર્ષમાં, માલ્ટિઝ કેલેન્ડરમાં મધર્સ ડે સૌથી લોકપ્રિય તારીખોમાંનો એક બની ગયો. માલ્ટામાં, મે મહિનાના બીજા રવિવારે મધર્સ-ડે ઉજવાય છે.માતાને ભેટ આપવાની સાથે લંચ કે ડિનર માટે આમંત્રિત કરાય છે.
(૮) મેક્સિકો: મેક્સિકોમાં, અલ્વારો ઓબ્રેગોનની સરકારે ૧૯૨૨માં અમેરિકાથી મધર્સ ડેની રજાનો અમલ કર્યો હતો. તે વર્ષે અખબાર એક્સેલસિયરે આ રજા માટે વિશાળ પ્રચાર ઝુંબેશ ચલાવી હતી. રૂઢિચુસ્ત સરકારે પરિવારોમાં માતા માટે વધુ રૂઢિચુસ્ત ભૂમિકાને પ્રોત્સાહન આપવા રજાના ઉપયોગનો પ્રયાસ કર્યો હતો. ૧૯૩૦ના દાયકાના મધ્યમાં, લાઝારો કાર્ડેનાસની ડાબેરી સરકારે આ રજાને “દેશભક્તિના તહેવાર” તરીકે પ્રોત્સાહન આપ્યું. કાર્ડેનાસ સરકારે રજાનો ઉપયોગ વિવિધ પ્રયાસ માટે એક સાધન તરીકે કરવાનો પ્રયાસ કર્યો.
(૯) મ્યાનમાર: મ્યાનમારમાં, મધર્સ ડે (માતાનું બહુવચન સ્વરૂપ સત્તાવાર શીર્ષક તરીકે વપરાય છે) મ્યાનમાર કેલેન્ડરના દસમા મહિના પ્યાથોની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે , જે સામાન્ય રીતે જાન્યુઆરીમાં આવે છે. યુ થુખાના પ્રસ્તાવ અને પહેલ પર , જેમણે આ દિવસની સ્થાપના માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, તે સૌપ્રથમ ૧૯૯૫ માં પ્યાથોની પૂર્ણિમાના દિવસે મંડલેમાં ઉજવવામાં આવ્યો હતો , પરંતુ તેને તેની પ્રથમ ઉજવણીના બે વર્ષ પછી ૧૯૯૭ માં સત્તાવાર રીતે મ્યાનમાર કેલેન્ડરમાં ઉમેરવામાં આવ્યો હતો. જે લોકો ઘરથી દૂર હોય છે, તેઓ માતાને પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા પત્ર લખીને મોકલે છે કે પછી ફોન કરે છે અને જે લોકો માતાની સાથે રહે છે, તેઓ તેમને કોઇ ખાસ ભેટ આપવા ઉપરાંત તેમને પેગોડામાં લઈ જાય છે.
(૧૦) નેપાળ ઃ નેપાળમાં, માતાના દિવસ સમાન આ તહેવાર છે, જેને માતા તીર્થ ઔં સી કે માતા તીર્થ પૂજા કહે છે.જે ચંદ્ર કેલેન્ડર મુજબ ઉજવાય છે. એપ્રિલ-મેમાં આવતા વૈશાખ માસના અંધારિયા પખવાડિયાના છેલ્લા દિવસે આવે છે. જે અમાસથી અમાસ સુધી ૧૫ દિવસ ચાલે છે. આ તહેવાર માતાની યાદ અને સન્માન માટે મનાવાય છે.મૃત્યુ પામેલી માતાના સન્માન માટે, કાઠમંડુના મધ્ય ભાગથી ૬ કિમી દક્ષિણ-પશ્ચિમ સ્થિત માતા તીર્થ તળાવની યાત્રા કરવાની પરંપરા છે. નજીકના માતા તીર્થ ગામના તળાવના નામ પરથી નામ રાખ્યું છે. પહેલાં, આ પરંપરા મુખ્યત્વે નેવાર સમુદાય અને કાઠમંડુ ખીણમાં રહેતા લોકો નિભાવતા હતી . હવે આ તહેવાર વ્યાપકપણે ઉજવાય છે.
(૧૧) નેધરલેન્ડ: નેધરલેન્ડ્સમાં , મધર્સ ડેની શરૂઆત ૧૯૧૦માં સોલ્વેશન આર્મીની ડચ શાખાએ કરી હતી. ડચ ફ્લોરિસ્ટ્સના હિતનું રક્ષણ કરતી રોયલ ડચ સોસાયટી ફોર હોર્ટિકલ્ચર એન્ડ બોટની, આ રજાને પ્રોત્સાહન આપવા કામ કરતી હતી; તેઓ અમેરિકન ફ્લોરિસ્ટ દ્વારા પ્રાપ્ત વ્યાપારી સફળતાનું અનુકરણ કરવાની આશા રાખતા હતા. તેઓ જર્મની અને આૅસ્ટ્રિયામાં ફ્લોરિસ્ટ દ્વારા પહેલાથી જ ચાલતા અભિયાનનું અનુકરણ કરતા હતા. ૧૯૩૧માં મે મહિનાના બીજા રવિવારને સત્તાવાર ઉજવણી તારીખ તરીકે અપનાવ્યો. ૧૯૩૦ના દાયકાના મધ્યમાં મોએડરડાગ – બ્લોમેન્ડાગ સૂત્ર અપનાવ્યું.જે ઘણાં વર્ષો સુધી
લોકપ્રિય રહ્યું હતું. ૧૯૩૦ અને ૧૯૪૦ના દાયકામાં હોસ્પિટલોમાં અને “દેશની માતા” તરીકે ઓળખાતી ડચ રાણીને “મધર્સ ડે કેક” ભેટ તરીકે આપતા હતા.
(૧ર) ન્યૂઝીલેન્ડ: ન્યૂઝીલેન્ડમાં, મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવાય છે. અહીની પરંપરા મુજબ માતાને કાર્ડ અને ભેટ અપાય છે. બાળકો પોતાની માતાને પથારીમાં નાસ્તો પીરસે છે.
(૧૩) નિકારાગુઆ: નિકારાગુઆમાં , ૧૯૪૦ના દાયકાની શરૂઆતથી ૩૦મેએ ડિયા ડે લા માદ્રે ઉજવાય છે.આ દિવસ રાષ્ટ્રપતિ અનાસ્તાસિયો સોમોઝા ગાર્સિયા દ્વારા પસંદ કરાયો હતો, કેમ કે તેમની પત્નીની માતા કાસિમિરા સકાસાનો જન્મદિવસ હતો .
(૧૪) ઉત્તર કોરિયા: ઉત્તર કોરિયામાં ૧૬ નવેમ્બરે મધર્સ ડે જાહેર રજા તરીકે ઉજવાય છે. મે ૨૦૧૨માં સુપ્રીમ પીપલ્સ એસેમ્બલીના પ્રેસિડિયમ દ્વારા આ તારીખને મધર્સ ડે તરીકે નિયુક્ત કરી હતી, પરંતુ તે માત્ર જાહેર રજા બની અને ૨૦૧૫થી ઉત્તર કોરિયન કેલેન્ડર પર દેખાવા માંડી.
(૧પ) નોર્વે: મધર્સ ડે સૌપ્રથમ ૯ ફેબ્રુઆરી ૧૯૧૯ના રોજ ઉજવ્યો હતો. શરૂઆતમાં ધાર્મિક સંસ્થાઓ તેનું આયોજન કરતી, પણ પછી એક કૌટુંબિક દિવસ બની ગયો.આ દિવસે માતાને પથારીમાં નાસ્તો, ફૂલ અને કેક આપવામાં આવે છે.
(૧૬) પનામા: પનામામાં, ૮ ડિસેમ્બરે મધર્સ ડે ઉજવાય છે.જે પવિત્ર વિભાવનાના તહેવારરૂપે ઉજવાય છે. ૧૯૩૦માં પનામાના રાષ્ટ્રપતિ ફ્લોરેન્સિયો હાર્મોડિયો એરોસેમેનાની પત્નીએ આ તારીખ સૂચવી હતી. ૮ ડિસેમ્બરને કાયદા ૬૯ હેઠળ
માતૃદિવસ તરીકે અપનાવ્યો હતો, જે તે જ વર્ષે પસાર થયો હતો.અન્ય એક અહેવાલ મુજબ,૧૯૨૪માં રોટરી ક્લબ ઓફ પનામાએ ૧૧ મેના રોજ મધર્સ ડે ઉજવવા વિનંતી કરી હતી. રાજકારણી અનિબલ ડી. રિઓસે પ્રસ્તાવ બદલી ૮ ડિસેમ્બરે ઉજવણી કરવાનો નિર્ણય કર્યો અને તે તારીખે મધર્સ ડે નિમિત્તે રાષ્ટ્રીય રજા જાહેર કરી. sanjogpurti@gmail.com









































