ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર પાકા કામના કેદી નંબર ૫૧૩૮૩, મહેશ ઉર્ફે મુન્નો ધીરુભાઈ
ડુબાળીયા રહે. સાવરકુંડલાવાળાને ક્રિમિનલ મિસલેનિયસ એપ્લિકેશન નંબર ૦૧/૨૦૨૬ અન્વયે વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આ આરોપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહ્યો હતો અને તેને ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મુક્ત કરવામાં આવ્યો હતો. નિયત શરતો મુજબ કેદીએ પોતાની જામીન અવધિ પૂર્ણ કરી તારીખ ૦૩/૦૪/૨૦૨૬ના રોજ જેલ સત્તાધીશો સમક્ષ હાજર થવાનું હતું.
જોકે, નિર્ધારિત સમય મર્યાદા વીતી જવા છતાં કેદી જેલ પર હાજર થયો નથી અને કાયદાકીય પ્રક્રિયાનો ભંગ કરી ફરાર થઈ જતા તેમના વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ છે.