ધારી તાલુકાના સરસિયા ગામ ખાતે જુનાગઢ સ્થિત શ્રી રાધારમણ દેવના તાબા હેઠળ નવનિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અત્યંત ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલકારી મહોત્સવ ૬ મે થી ૮ મે દરમિયાન યોજાયો હતો, જેમાં સમગ્ર સત્સંગ સમાજ, સરસિયા ગામ પરિવાર, પૂજ્ય સંતો, હરિભક્તો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો. આ ત્રણ દિવસ દરમિયાન કથા-પ્રવચન, ભજન-કીર્તન અને વિવિધ શાસ્ત્રોક્ત વિધિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ભક્તોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મહોત્સવમાં વિપુલભાઈ માલાણીની સાકરતુલા કરવામાં આવી હતી.








































