ભારતના રાજકીય ઇતિહાસમાં ઘણા દિગ્ગજ અભિનેતાઓ અને અભિનેત્રીઓ જાવા મળી છે જેમણે માત્ર રાજકારણમાં પ્રવેશ કર્યો જ નહીં, પરંતુ તેમની લોકપ્રિયતાના બળ પર મુખ્યમંત્રી પદ સુધી પણ પહોંચ્યા. નોંધનીય છે કે, આમાંના મોટાભાગના નામ દક્ષિણ ભારતના છે. રાજકારણમાં પ્રવેશ કરનારા અને રાજ્યોના મુખ્યમંત્રી બનેલા કલાકારોની યાદી જાઇએ તો તમિલ ફિલ્મ ઉદ્યોગના સૌથી મોટા સુપરસ્ટારમાંના એક, એમ.જી. રામચંદ્રને પોતાની પાર્ટી, એઆઈએડીએમકે, બનાવી અને બાદમાં તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા. તેઓ કોઈપણ ભારતીય રાજ્યના મુખ્યમંત્રી બનનારા પ્રથમ ફિલ્મ અભિનેતા હતા. એમસીઆરે ૧૯૭૭ થી ૧૯૮૭ (તેમના મૃત્યુ) સુધી તમિલનાડુમાં સત્તા સંભાળી.
ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણની ભૂમિકાઓ ભજવીને તેલુગુ સિનેમામાં ઘર-ઘરમાં જાણીતી બનેલી એન.ટી. રામા રાવે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ની સ્થાપના કરી. તેમણે ચૂંટણી જીતી અને પાર્ટી બનાવ્યાના માત્ર નવ મહિનામાં જ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. એનટીઆરને ત્રણ વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનવાની તક મળી.
તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોની અભિનેત્રી જયલલિતાએ એમ.જી. રામચંદ્રન સાથે ઘણી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો. પાછળથી, જયલલિતા એમજીઆરના રાજકીય ઉત્તરાધિકારી તરીકે ઉભરી આવ્યા અને છ વખત તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે સેવા આપી. રાજકારણમાં તેમને “અમ્મા” તરીકે ઓળખવામાં આવે છે.
વી. એન. જાનકી પણ તેમના સમયની જાણીતી અભિનેત્રી હતી અને એમ. જી. રામચંદ્રનની ત્રીજી પત્ની હતી. ૧૯૮૭માં એમ. જી. રામચંદ્રનના મૃત્યુ પછી, તેમણે એઆઈએડીએમકેમાં વિવાદ વચ્ચે થોડા સમય માટે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે સેવા આપી (માત્ર ૨૪ દિવસ).
આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના વર્તમાન મુખ્યમંત્રી, ભગવંત માન, રાજકારણમાં પ્રવેશતા પહેલા એક પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન અને પંજાબી ફિલ્મ/ટેલિવિઝન અભિનેતા હતા. તેઓ અસંખ્ય ફિલ્મો અને સિરિયલોમાં દેખાયા છે. માન ૧૬ માર્ચે પંજાબના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું અને હાલમાં તે પદ સંભાળે છે.
આ કલાકારો ઉપરાંત, ઘણા અન્ય અગ્રણી કલાકારોએ પોતાના રાજકીય પક્ષો બનાવ્યા છે અને ઉચ્ચ હોદ્દા સંભાળ્યા છે. આમાં ચિરંજીવી, પવન કલ્યાણ, સ્મૃતિ ઈરાની, કમલ હાસન અને શત્રુÎન સિંહાનો સમાવેશ થાય છે, પરંતુ તેમાંથી કોઈ પણ મુખ્યમંત્રી પદ સુધી પહોંચી શક્યું નથી.















































