બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ખલીલુર રહેમાને આ અઠવાડિયે બેઇજિંગની મુલાકાત દરમિયાન ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાત દરમિયાન, તેમણે તિસ્તા નદી વ્યાપક વ્યવસ્થાપન અને પુનઃસ્થાપન પ્રોજેક્ટમાં ચીનની ભાગીદારીની ઔપચારિક વિનંતી કરી હતી. આ પહેલી વાર છે જ્યારે બાંગ્લાદેશની ચૂંટાયેલી બીએનપી સરકારે ચીનને આ વિનંતી કરી છે. આ મેગા પ્રોજેક્ટમાં ચીનની ભાગીદારી નવી દિલ્હી માટે ચિંતાનો વિષય બની છે.
વિદેશ મંત્રી પદ સંભાળ્યા પછી ચીનની પહેલી મુલાકાતે પહોંચેલા ખલીલુર રહેમાને ગુરુવારે વાંગ યી સાથે મુલાકાત કરી હતી. વાતચીત બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદન મુજબ, રહેમાને વાંગ યી સાથે દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન તિસ્તા પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશે તિસ્તા નદી વ્યવસ્થાપન અને પુનઃસ્થાપન પ્રોજેક્ટમાં ચીનની ભાગીદારી અને સમર્થન પણ માંગ્યું હતું.
ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિ†ીએ આ અઠવાડિયાની શરૂઆતમાં બાંગ્લાદેશી પત્રકારોને કહ્યું હતું કે ભારત ઢાકા સાથે પ્રોજેક્ટ પર વાતચીત કરવા તૈયાર છે તે પછી બાંગ્લાદેશની ચીનના સમર્થનની વિનંતી આવી છે. બાંગ્લાદેશી મીડિયા આઉટલેટ પ્રથમ આલોએ અહેવાલ આપ્યો હતો કે જ્યારે મિસ્ત્રીને તિસ્તા મેગા પ્રોજેક્ટ પર ચીનના પ્રસ્તાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ભારતે બાંગ્લાદેશને પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. જો નવી સરકાર આ મામલાને આગળ વધારવા માંગે છે તો બાંગ્લાદેશ ચર્ચા કરવા તૈયાર છે.
તીસ્તા પ્રોજેક્ટ પર બાંગ્લાદેશ બીએનપી સરકારનો ચીન તરફનો ઝુકાવ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર દરમિયાન નક્કી કરાયેલી રાજદ્વારી દિશા ચાલુ રાખવાનો સંકેત આપે છે.
યુનુસે માર્ચ ૨૦૨૫માં બેઇજિંગની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સંયુક્ત નિવેદનમાં તીસ્તા પ્રોજેક્ટમાં ચીનની ભાગીદારીનું સ્વાગત કર્યું હતું. આ પહેલી વાર હતું જ્યારે બાંગ્લાદેશે દ્વિપક્ષીય દસ્તાવેજમાં તીસ્તા પ્રોજેક્ટમાં ચીનની ભૂમિકાનું ઔપચારિક સ્વાગત કર્યું હતું.
યુનુસની મુલાકાતના ત્રણ મહિના પછી, જૂન ૨૦૨૫માં બીએનપીના એક પ્રતિનિધિમંડળે ચીનની મુલાકાત લીધી હતી. પાર્ટીના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરે જણાવ્યું હતું કે જો તેમનો પક્ષ સત્તામાં આવશે, તો તે ચીનના તીસ્તા પ્રસ્તાવ પર સકારાત્મક વિચાર કરશે.
ભારત લાંબા સમયથી તીસ્તા પ્રોજેક્ટમાં ચીનની ભાગીદારીનો વિરોધ કરી રહ્યું છે, તેને ભારતના પડોશમાં બેઇજિંગના પ્રભાવના વિસ્તરણ તરીકે જુએ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તીસ્તા નદીના પાણી વહેંચણી કરાર ૧૫ વર્ષથી અટકેલો છે. ૨૦૧૧માં લગભગ સર્વસંમતિ થઈ હતી, પરંતુ પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રીના વિરોધને કારણે કરાર અટકી ગયો હતો.
પાણી વહેંચણી કરાર પર પહોંચવામાં નિષ્ફળતા બાદ, બાંગ્લાદેશની શેખ હસીના સરકારે તીસ્તા જળ સંરક્ષણ અભિગમ અપનાવ્યો અને તીસ્તા મેગા પ્રોજેક્ટનું આયોજન કર્યું. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે ૧ બિલિયન હોવાનો અંદાજ છે. તેમાં પાણી સંગ્રહ કરવા માટે ડેમ બનાવવા, તીસ્તાના પટને ઊંડો કરવા અને નદી કિનારે પહોળા પાળા બનાવવાનો સમાવેશ થાય છે.
ચીને ૨૦૨૦ માં આ પ્રોજેક્ટમાં રસ દર્શાવ્યો હતો. બાંગ્લાદેશે બેઇજિંગ પાસેથી ઇં૭૨૫ મિલિયનની સોફ્ટ લોન માંગી હતી. જોકે, ચીન શરૂઆતમાં આ પ્રોજેક્ટના લાંબા સમયગાળાથી સાવચેત હતું. જૂન ૨૦૨૪ માં જ્યારે તત્કાલીન શેખ હસીના નવી દિલ્હીની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે એક ભારતીય ટેકનિકલ ટીમ તીસ્તાના સંરક્ષણ અને વ્યવસ્થાપન અંગે ચર્ચા કરવા માટે બાંગ્લાદેશની મુલાકાત લેશે.
જુલાઈ ૨૦૨૪ માં, શેખ હસીનાએ ચીનની મુલાકાત લીધા પછી ભારતના સમર્થનમાં એક મોટી જાહેરાત કરી. હસીનાએ જણાવ્યું હતું કે ચીન આ પ્રોજેક્ટને પોતાના હાથમાં લેવા તૈયાર છે, પરંતુ તે ઇચ્છતી હતી કે ભારત તેને સંભાળે. જા કે, આ નિવેદનના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં, હસીનાને સત્તા પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓના નેતૃત્વમાં થયેલા હિંસક વિરોધને કારણે તેમને દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. ૫ ઓગસ્ટ, ૨૦૨૪ થી, તે ભારતમાં સ્વ-નિર્વાસમાં જીવી રહી છે.








































