(૨૦) ફ્રાન્સ: ફ્રાન્સમાં, નીચા જન્મ દરના ભય વચ્ચે, ૧૮૯૬ અને ૧૯૦૪માં મોટા પરિવારોની માતાઓના સન્માનમાં રાષ્ટ્રીય ઉજવણી બનાવવાના પ્રયાસ થયા હતા. ૧૯૦૬માં, ૯ બાળક ધરાવતી દસ માતાને ‘ઉચ્ચ
માતૃત્વ યોગ્યતા’(હૌટ મેરિટ મેટર્નલ)ને માન્યતા આપતો એવોર્ડ આપ્યો હતો. ફ્રાન્સમાં લડતા અમેરિકન
વિશ્વયુદ્ધ-ૈંના સૈનિકોએ અન્ના જાર્વિસ દ્વારા બનાવેલી યુએસ માતૃત્વ દિવસની રજાને લોકપ્રિય બનાવી હતી.તેઓએ માતૃત્વ દિવસ માટે દેશમાં એટલી બધી ટપાલ મોકલી કે યુનિયન ફ્રાન્કો-અમેરિકાને તે માટે એક પોસ્ટલ કાર્ડ બનાવ્યું. ૧૯૧૮માં, જાર્વિસથી પ્રેરિત, લિયોન શહેર ‘જર્ની ડેસ મેરેસ’ ઉજવવા માંગતું હતું, પણ તેના બદલે ‘જર્ની નેશનલે ડેસ મેરેસ ડે ફેમિલ્સ નોમ્બ્રેયુસેસ’ ઉજવવાનું નક્કી કર્યું. આ રજા અમેરિકાની રજા કરતાં વસ્તીવિરોધી પ્રયાસથી વધુ પ્રેરિત હતી, જેમાં મોટા પરિવારની માતાઓને મેડલ એનાયત કરાયા હતા. ફ્રેન્ચ સરકારે ૧૯૨૦માં આ દિવસને મોટા પરિવારોની માતાઓના દિવસ તરીકે સત્તાવાર જાહેર કર્યો ત્યારથી ફ્રેન્ચ સરકાર મોટા પરિવારોની માતાઓને મેડેઇલ ડે લ’એનફેન્સ એટ ડેસ ફેમિલ્સ એનાયત કરે છે. ૧૯૪૧માં, ફિલિપ પેટેનની પહેલથી, યુદ્ધ સમયની વિચી સરકારે મોટા પરિવારોને પ્રોત્સાહન આપવા તેમની નીતિના સમર્થનમાં ઉજવણીનો ઉપયોગ કર્યો, પણ હવે બધી માતાનું સન્માન કરાતું હતું.
૧૯૫૦માં, યુદ્ધ પછી, ફરીથી ઉજવણી શરૂ કરાઇ હતી. ૨૪ મે ૧૯૫૦ના કાયદા મુજબ પ્રજાસત્તાકને ફ્રેન્ચ માતાઓને સત્તાવાર શ્રદ્ધાંજલિ આપવાની જરૂર હોઇ, મે મહિનાનો છેલ્લો રવિવાર ‘ફેટ ડેસ મેરેસ’ તરીકે ઉજવવો જોઈએ.
(૨૧) જ્યોર્જિયા: જ્યોર્જિયા ૩ માર્ચે મધર્સ-ડે ઉજવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને બદલવા માટે જ્યોર્જિયાના પ્રથમ રાષ્ટ્રપતિ ઝ્વિયાદ ગામસાખુર્દિયાએ જાહેર કર્યું, અને ૧૯૯૧માં સુપ્રીમ કાઉન્સિલે તેને સત્તાવાર મંજૂરી પણ આપી હતી.આજે જ્યોર્જિયા ૩ માર્ચે માતૃદિન અને ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવે છે.
(૨૨) જર્મની: જર્મનીમાં મધર્સ ડેને કેક કાપી મે મહિનાના બીજા રવિવારે ઉજવાય છે. ૧૯૨૦ના દાયકામાં, જર્મનીમાં યુરોપમાં સૌથી ઓછો જન્મદર હતો, ઘટાડો ચાલુ રહ્યો હતો. આનું કારણ શ્રમ બજારમાં મહિલાઓની ભાગીદારી હતી. તે સમયે, સમાજના પ્રભાવશાળી જૂથ માનતા કે માતાઓનું સન્માન કરવું જોઈએ, પરંતુ કેવી રીતે કરવું તે અંગે સહમત થઈ શક્યા નહીં. તેથી બધાં જૂથ માતૃત્વના મૂલ્યના પ્રોત્સાહન પર ભારપૂર્વક સંમત થયા.
(૨૩) હંગેરી: હંગેરીમાં , મધર્સ ડે મે મહિનાના પહેલા રવિવારે ઉજવાય છે. જે સૌપ્રથમ ૧૯૨૫માં હંગેરિયન રેડ ક્રોસ યુથ દ્વારા ઉજવવામાં આવ્યો હતો .
(૨૪) ભારત: આધુનિક માતૃદિન ભારતીય સંસ્કૃતિમાં સમાવિષ્ટ થઈ ગયો છે. જે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ઉજવાય છે. ભારતીયો ભલે આ પ્રસંગને ધાર્મિક પ્રસંગ તરીકે ના ઉજવતા હોય; પણ તેની ઉજવણી ગામ-શહેરોમાં અનેકાનેક કાર્યક્રમો યોજી મહિલા-માતાઓને પ્રોત્સાહન આપી ઉજવાય છે. આ પ્રસંગે ઠેર-ઠેર ને ઘેર-ઘેર કે સોસાયટીઓમાં ખાસ કાર્યક્રમો યોજી માતાને પૂરું સન્માન આપી ઉજવાય છે.
(૨૫) ઇન્ડોનેશિયા: ઇન્ડોનેશિયન ૨૨ ડિસેમ્બરે રાષ્ટ્રીય સ્તરે મધર્સ-ડે ઉજવે છે. રાષ્ટ્રપતિ સુકર્ણોએ ૧૯૨૮ના ઇન્ડોનેશિયન મહિલા કોંગ્રેસની ૨૫મી વર્ષગાંઠ પર, આ તારીખે સત્તાવાર રજા આપી હતી.આ દિવસ મૂળરૂપે ઇન્ડોનેશિયન મહિલાઓની ભાવનાની ઉજવણી અને રાષ્ટ્રની સ્થિતિ સુધારવા ઉજવાતો હતો. આજે, માતૃદિનનો અર્થ બદલાયો છે ને માતાઓ પ્રત્યે પ્રેમ-કૃતજ્ઞતા વ્યક્ત કરી ઉજવાય છે. લોકો માતાને ભેટ આપે છે અને આશ્ચર્યજનક
પાર્ટી-સ્પર્ધાઓ યોજે છે, જેમાં રસોઈ અને કબાયા પહેરવાનો સમાવેશ થાય છે. લોકો માતાને ઘરના કામકાજમાંથી એક દિવસ રજા આપે છે.
(૨૬) ઈરાન: ઈરાનમાં , મધર્સ ડે ૨૦ જુમાદા અલ-થાનીના રોજ ઉજવાય છે. શિયા ઇસ્લામ અનુસાર આ ઇસ્લામિક પયગંબર મુહમ્મદની એકમાત્ર પુત્રી ફાતિમાહનો જન્મદિવસ છે. આ દિવસે સરકારી ઇમારતો , ખાનગી ઇમારતો, જાહેર શેરીઓ અને કારની બારીઓ પર ‘ યા ફાતેમિયા (ઓ!ફાતેમિયા)’ લખેલાં બેનર પ્રદર્શિત કરાય છે. મધર્સ ડે મૂળ ૧૬ ડિસેમ્બરે ઉજવાતો હતો, પણ ૧૯૭૯માં ઈરાની ક્રાંતિ પછી તારીખ બદલાઈ ગઈ.આ ઉજવણી મહિલા દિવસ અને માતૃ દિવસ એમ બંને રીતે થાય છે.
(૨૭) આયર્લેન્ડ: આયર્લેન્ડમાં , યુનાઇટેડ કિંગડમની જેમ, લેન્ટના ચોથા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે, તેના મૂળ મધરિંગ સન્ડે સમાન છે. ૧૮મી સદીના અંતમાં આયર્લેન્ડમાં આ પ્રથા લુપ્ત થઈ હતી પરંતુ અમેરિકનીકરણને કારણે ૧૯૫૦ના દાયકાની આસપાસ તેને પુનર્જીવિત કરવામાં આવી હતી.
(૨૮) ઇઝરાયલ: ઇઝરાયલની યહૂદી વસ્તી યહૂદી કેલેન્ડરની શેવત ૩૦ તારીખે મધર્સ ડે ઉજવતી હતી, જે ૩૦ જાન્યુઆરીથી ૧ માર્ચ વચ્ચે આવે છે. આ ઉજવણી હેનરિએટા સ્ઝોલ્ડના મૃત્યુ (૧૩ ફેબ્રુઆરી ૧૯૪૫) તારીખે નક્કી કરી હતી. હેનરિએટાને કોઈ જૈવિક બાળકો નહોતા, પરંતુ તેમની સંસ્થા યુથ આલિયાએ નાઝી
જર્મનીમાંથી ઘણા યહૂદી બાળકને બચાવ્યાં અને તેમનું ભરણપોષણ કર્યું હતું. તેણીએ બાળકોના અધિકારોનો પણ બચાવ કર્યો હતો.સ્ઝોલ્ડને તે બધાં બાળકોની ‘માતા’ મનાય છે, તેથી જ તેમનો વાર્ષિક સ્મૃતિ દિવસને મધર્સ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. સમય જતાં આ રજા પરિવારના પરસ્પર પ્રેમની ઉજવણી બની ગઈ, જેને ફેમિલી ડે કહે છે. આ રજા મુખ્યત્વે પૂર્વશાળાઓમાં એક પ્રવૃત્તિ સાથે ઉજવાય છે. જેમાં માતા-પિતાને આમંત્રિત કરાય છે.માતૃદિન કિન્ડરગાર્ટનનાં બાળકો પણ ઉજવે છે.
(૨૯) ઇટાલી: ઇટાલીમાં મધર્સ ડે સૌપ્રથમ ૨૪ ડિસેમ્બર ૧૯૩૩ના રોજ ‘માતા અને બાળકના દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે સૌથી વધુ ફળદાયી ઇટાલિયન મહિલાઓને જાહેરમાં પુરસ્કાર આપવા ઓપેરા નાઝિઓનલ મેટરનિટા ઇ ઇન્ફાન્ઝિયાએ તેની સ્થાપના કરી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી , ટોર્ડિબેટ્ટો ચર્ચના પેરિશ પાદરી રેવરન્ડ ઓટેલો મિગ્લિઓસીએની પહેલથી, ૧૨ મે ૧૯૫૭એ એસિસીમાં મધર્સ ડેની ઉજવણી કરાઇ. જે ઉજવણી એટલી લોકપ્રિય હતી કે પછીના વર્ષે આખા ઇટાલીમાં મધર્સ-ડે અપનાવ્યો. ૧૮ ડિસેમ્બર ૧૯૫૮ના રોજ, રજાને સત્તાવાર બનાવવા ઇટાલિયન સેનેટ સમક્ષ પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
sanjogpurti@gmail.com










































