કાયદાના હાથ લાંબા હોય છે” એ ઉક્તિને અમરેલી પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડે સાર્થક કરી બતાવી છે. જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ અને ફરાર કેદીઓને પકડી પાડવા માટે પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ હેઠળ એક મોટી સફળતા મળી છે. ધારી કોર્ટના વર્ષ ૨૦૦૫ના એક ફોજદારી કેસમાં છેલ્લા ૨૧ વર્ષથી પકડ વોરંટમાં ફરાર રહેલા ૮૫ વર્ષીય વૃદ્ધ આરોપીને પોલીસે બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે ઝડપી પાડ્યો છે. ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે આ સફળ કામગીરી કરી હતી. ધારી કોર્ટના વર્ષ ૨૦૦૫ના એક ફોજદારી કેસમાં પકડ વોરંટના આધારે ફરાર આરોપી પોપટભાઇ જીવાભાઇ ચારોલા (ઉં.વ. ૮૫) ને ખાંભાના મોટા સમઢીયાળા ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. ભિક્ષાવૃત્તિ કરતા આ
વૃદ્ધ આરોપી છેલ્લા બે દાયકાથી પોલીસને થાપ આપી રહ્યો હતો. ધરપકડ બાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ધારી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.









































