ચલાલામાં વિવિધ સેવાકીય કાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે ૧૩-૦૫-૨૦૨૬, બુધવારના રોજ ૨૯૦મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ તથા જીલ્લા અંધત્વ નિવારણ સમિતિના ઉપક્રમે યોજાનાર આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સેવા આપશે. સ્વ. જનકભાઈ રાજા અને સ્વ. કુશલ રાજાની યાદમાં હસ્તે નિશાબેન રાજા, સીતાબેન, રાજીવ અને રિયા તન્ના યુ.કે. ના આર્થિક સહયોગથી યોજનાર આ કેમ્પમાં દર્દીઓને દવા પણ આપવામાં આવશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે લઇ જઈ ફેકોમશીન દ્વારા ઓપરેશન કરી વિનામૂલ્યે નેત્રમણી મૂકી અદ્યતન સારવાર અને દવા આપવામાં આવશે. દર્દીઓએ આધારકાર્ડની ઝેરોક્ષ નકલ સાથે લાવવી. દાંત કાઢવા ચાંદી પૂરવી વગેરેની સારવાર વિના મૂલ્યે કરાશે. સર્વરોગ કેમ્પમાં તમામ તમામ પ્રકારના રોગો જેવા કે શ્વાસ, હરસ, મસા, ડાયાબીટીશ, પેટના રોગો, વાના રોગો વગેરેની સારવાર કરી દવા પણ વિનામુલ્યે અપાશે.