પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, ભારતે વૈશ્વિક વેપારના લાભ માટે હોર્મુઝ દ્વારા સલામત અને અવરોધ રહિત દરિયાઈ માર્ગને વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની અપીલ કરી છે. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું કે આ મહત્વપૂર્ણ જળમાર્ગનો કોઈપણ અવરોધ વૈશ્વિક અર્થતંત્ર પર સીધી અસર કરે છે.
ભારતનો પક્ષ રજૂ કરતાં રાજદૂત યોજના પટેલે જણાવ્યું હતું કે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા વાણિજયક જહાજાને નિશાન બનાવવા એ માત્ર નિંદનીય જ નથી પણ આંતરરાષ્ટ્રીય કાયદાની પણ વિરુદ્ધ છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ સંજાગોમાં વેપારી જહાજા અને નિર્દોષ નાગરિક ક્રૂને લશ્કરી હુમલાઓનો શિકાર બનાવવો જાઈએ નહીં.
પટેલે જણાવ્યું હતું કે આ જળમાર્ગ ભારતની ઉર્જા અને આર્થિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ચાલુ સંઘર્ષ દરમિયાન ભારતીય ખલાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. ભારતે પુનરોચ્ચાર કર્યો હતો કે દરિયાઈ માર્ગોની સુરક્ષા અને મુક્ત નેવિગેશન વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે જરૂરી છે.
ભારતે એ પણ ભાર મૂકયો હતો કે હોર્મુઝ વિશ્વના સૌથી વ્યસ્ત તેલ અને ગેસ પરિવહન માર્ગોમાંનો એક છે, જે વૈશ્વિક ઉર્જા પુરવઠાનો નોંધપાત્ર હિસ્સો વહન કરે છે. તેથી, ત્યાં કોઈપણ અસ્થિરતા આંતરરાષ્ટ્રીય બજારો, પુરવઠા શૃંખલાઓ અને ખાદ્ય સુરક્ષાને પણ અસર કરી શકે છે.
ભારતે પોતાના સંબોધનમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા પર ભાર મૂકયો હતો અને જણાવ્યું હતું કે વાણિજયક શિપિંગને નિશાન બનાવવું અને નેવિગેશનની સ્વતંત્રતાને અવરોધવું અસ્વીકાર્ય છે. ભારતે તમામ પક્ષોને સંયમ રાખવા, તણાવમાં વધુ વધારો ટાળવા અને વાતચીત અને રાજદ્વારી દ્વારા ઉકેલ શોધવાની અપીલ કરી.
ભારતે પશ્ચિમ એશિયાની વ્યાપક પરિસ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આ ક્ષેત્રમાં ચાલી રહેલા વિકાસ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા, ઉર્જા પુરવઠા, વેપાર અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ પર ગંભીર અસરો પાડી શકે છે. ભારતે એ પણ નોંધ્યું કે આશરે ૧૦ મિલિયન ભારતીયો ગલ્ફ ક્ષેત્રમાં રહે છે અને કામ કરે છે, જેમની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારતે આખરે સ્પષ્ટ કર્યું કે તે આ ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સલામત દરિયાઈ માર્ગો સુનિશ્ચિત કરવા માટેના તમામ રચનાત્મક પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખશે.









































