વાંકિયામાં શેત્રુંજી નદીના કાંઠે વાડી ધરાવતા ખેડૂતો માટે ‘શેત્રુંજી શિક્ષણ શિબિર’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં શેત્રુંજી નદીને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાના મહત્વ સાથે તેની જાળવણી અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત નદીકાંઠાની વન્યજીવ સૃષ્ટિ અને માનવ સહજીવન ટકાવી રાખવા પર ભાર મુકાયો હતો. કાર્યક્રમના અંતે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે શાકભાજીના બીજ, રોપણી માટેની ટ્રે અને કોકોપીટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.










































