કોડીનાર સ્થિત બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ખેડૂત સહકારી મંડળીને બીપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા જૂનાગઢ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને મહત્વનો આદેશ કર્યો છે. જૂન ૨૦૨૩માં આવેલા વાવાઝોડાને કારણે ફેક્ટરીના બિલ્ડીંગ અને મશીનરીને મોટું નુકસાન થયું હતું, પરંતુ ‘ધી ઓરિએન્ટલ જનરલ ઇન્સ્યુરન્સ કંપની’એ જરૂરી દસ્તાવેજો હોવા છતાં વળતરનો દાવો નામંજૂર કર્યો હતો. આ અન્યાય સામે સંસ્થાએ એડવોકેટ પ્રતાપસિંહ વિ. ચાવડા મારફતે કાયદેસરની લડત આપી હતી.ગ્રાહક કમિશને પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી ૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ ચુકાદો આપ્યો કે, વીમા કંપનીએ મંડળીને રૂ. ૧૦,૦૯,૭૬૦/- નું વળતર ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવું. આ ઉપરાંત, ફરિયાદ ખર્ચના રૂ. ૫,૦૦૦ પણ ચૂકવવાનો હુકમ કરાયો છે.