ગોંડલ-જેતપુર રોડ પર દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ગોંડલને ‘ગુંડાનગરી’ તરીકે ચિતરનારા અને ખેડૂતોના પ્રશ્નોમાં અવરોધ ઊભો કરનારા તત્વોની આકરી ટીકા કરી હતી. રમેશભાઈ ધડુકે આ ચૂંટણીને ૨૦૨૭નું ‘ટ્રેલર’ ગણાવી તમામ બેઠકો પર ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.









































