દિગ્દર્શક પ્રિયદર્શનની પુત્રી કલ્યાણી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં એક જાણીતું નામ છે. ફિલ્મ ‘લોકા’ માં તેણીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તાજેતરમાં, કલ્યાણી અને અભિનેતા પ્રણવ મોહનલાલના લગ્ન અંગે અફવાઓ ઉડી હતી. કલ્યાણીની માતાએ હવે આ સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે.
તાજેતરમાં, કલ્યાણીની માતા લિસીએ તેના સોશિયલ મીડિયા પર કેટલાક નવા ફોટા શેર કર્યા, જેમાં તે તેના ઘરે મંદિરમાં પ્રાર્થના કરતી જાવા મળી રહી છે. આ પોસ્ટ પર ટિપ્પણી કરતા, એક યુઝરે લખ્યું, “કલ્યાણી અને પ્રણવના લગ્નની રાહ જાઈ રહી છું.” લિસીએ જવાબ આપ્યો, “આ સમાચાર ખોટા છે.”
પ્રણવ મોહનલાલ અને કલ્યાણી પ્રિયદર્શને “હૃદયમ્” અને “વર્ષાંગલક્કુ શેષમ” જેવી ફિલ્મોમાં સાથે અભિનય કર્યો છે. ફિલ્મોમાં તેમની કેમિસ્ટ્રીને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આનાથી સંબંધોની અફવાઓ અને તેમના લગ્ન વિશે અટકળો શરૂ થઈ હતી. જાકે, કલ્યાણીની માતાએ આ અફવાઓને સ્પષ્ટપણે નકારી કાઢી છે.















































