સાવરકુંડલામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઈ.સી.ડી.એસ. ઘટક-૧ ના નેજા હેઠળ ‘પોષણ પખવાડિયા ૨૦૨૬’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે આયોજિત પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં આંગણવાડીની બહેનોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને ઘરગથ્થુ તેમજ સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરીને અનેકવિધ પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી હતી. વાનગીના સ્વાદ અને પોષક તત્વોના આધારે
ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ ત્રણ વિજેતા બહેનોની પસંદગી કરવામાં આવી હતી અને તેમને અધિકારીઓના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.