પાકિસ્તાનના રાવલપિંડીમાં અદિયાલા રોડ પર વિરોધ પ્રદર્શન બાદ, પોલીસે પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની બહેનો, ઘણા સાંસદો અને આશરે ૧,૪૦૦ અજાણ્યા લોકો સામે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ દાખલ કર્યો છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, અદિયાલા ચેકપોઇન્ટના ઇન્ચાર્જ સબ-ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે બુધવારે હ્લૈંઇ દાખલ કરવામાં આવી હતી.
પોલીસે આરોપ લગાવ્યો છે કે વિરોધીઓએ કાયદો અને વ્યવસ્થાને પડકારી, પથ્થરમારો કર્યો અને પોલીસ પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા નવ પોલીસકર્મીઓ ઘાયલ થયા.એફઆઇઆરમાં હત્યાનો પ્રયાસ અને સરકારી કામમાં અવરોધ જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે.
હકીકતમાં, ઇમરાન ખાનની પાર્ટી, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફએ અદિયાલા જેલમાં બંધ તેના નેતાને મળવા પર પ્રતિબંધ સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. જાકે, વહીવટીતંત્રે સમગ્ર જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી, ૧૫ દિવસ માટે કોઈપણ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મુક્યો.
કડક પ્રતિબંધો વચ્ચે, પોલીસે જેલની બહાર વિરોધ કરી રહેલા પક્ષના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી. આમાં ઇમરાન ખાનની બહેનો, નૂરીન નિયાઝી અને ઉઝમા ખાનમનો પણ સમાવેશ થાય છે. પોલીસનો દાવો છે કે ઘટનાસ્થળેથી ૪૧ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેઓ પાછળથી ભાગી ગયા હતા, જ્યારે અન્ય ઘણા લોકો પણ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.
એફઆઈઆરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પથ્થરમારો અને લાકડીઓના ઉપયોગને કારણે સરકારી અને ખાનગી વાહનોને નુકસાન થયું હતું. પોલીસનું કહેવું છે કે આરોપીઓએ પંજાબ પ્રાંતીય સરકાર પર દબાણ લાવવા માટે રાજકીય લાભ માટે અશાંતિ ભડકાવવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કર્યો હતો.
આંતરરાષ્ટીય માનવ અધિકાર સંગઠન, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે આ કાર્યવાહીની આકરી ટીકા કરી છે. તેણે તેને ગેરકાયદેસર ગણાવ્યું અને કહ્યું કે તે પાકિસ્તાનમાં શાંતિપૂર્ણ વિરોધના અધિકારના દમનનું બીજું ઉદાહરણ છે.





































