અમરેલીના રાજકમલ ચોક ખાતે મહિલા ઉત્થાન મંડળની બહેનો દ્વારા એક સરાહનીય સેવાનો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વભરમાં સંત આશારામજી બાપુના અવતરણ દિવસને ‘‘વિશ્વ સેવા – સત્સંગ દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેશુડાના ફૂલોના અર્કમાંથી સાકરમાં બનાવેલું શરબત અને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોઈપણ જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર તમામ રાહદારીઓએ આ ઠંડા પીણાંનો લાભ લઈ ગરમીમાં તૃષા તૃપ્તિનો અનુભવ કર્યો હતો.







































