ભારતના બંધારણમાં સ્ત્રી અને પુરુષ બંને સમાન છે. એડિસને કહ્યું છે કે “ઈશ્વર બધી જગ્યાએ પહોંચી વળતો નથી ત્યારે તેને મા નું સર્જન કર્યું છે”. ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જન્મેલા ડો. ભૂમિકા વસાવાએ પારંભિક પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં પ્રાપ્ત કર્યું. શિક્ષણ ક્ષેત્રે આગળ વધીને કોલેજના અધ્યાપિકા બનવાના ઉદ્દેશ થકી સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરમાં હિસ્ટ્રી વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતકમાં પ્રથમ વર્ગ મેળવ્યો. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો. સૌમ્ય પ્રકૃતિ ધરાવતા ડો. ભૂમિકા એક આદર્શ વિદ્યાર્થીની તરીકે કોલેજના ગુરુજનોમાં આદર્શ પ્રીતિપાત્ર રહ્યા. લાઇબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરી સંદર્ભગ્રંથો થકી અભ્યાસુ વિદ્યાર્થીની બન્યા. એમ.ફીલમાં લઘુશોધ નિબંધનો વિષય સરદાર અને વીર નરીમાન એક અભ્યાસ પર ડો.વસંતભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી ડિગ્રી મેળવી.ત્યારબાદ પ્રોફેસર ડો. જિગીષ પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ વિદ્યાવાચસ્પતિ (પી.એચ.ડી)ની ડીગ્રી પ્રાપ્ત કરી તેમનો વિષય “સરદાર પટેલનાં ભાષણો અને પત્રોમાં વ્યક્ત થતી સામાજિક નિસબત” થીસીસ તૈયાર કરીને ડિગ્રી મેળવી. અભ્યાસુ ચિંતક અને સંશોધન પ્રવૃત્તિ થકી કોલેજના અધ્યાપિકા બનવાનું સ્વપ્ન સતત સેવતા રહ્યા.
સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.” આફતને અવસરમાં રૂપાંતર કરવા માટે કઠોર પરિશ્રમ એજ પારસમણિ છે તે બાબતને કેન્દ્રસ્થાને રાખી.ડો.વસંત સર અને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ પ્રોફેસર ડો. જીગીશ પંડ્યા સાહેબનું માર્ગદર્શન સતત પ્રાપ્ત થતું રહ્યું. ડો. ભૂમિકા વસાવા લક્ષને સિધ્ધ કરવા માટે સતત પ્રયાસશીલ રહ્યા. ઇતિહાસ પરિષદમાં અને આઈએસએસબીએનમાં પોતાના સંશોધિત સંશોધન કરેલા દસ પેપરો રજૂ કર્યા.પરિવાર તરફથી અદભુત સહકાર અને સ્નેહ મળ્યો. ત્રણ જેટલા પુસ્તકોમાં લેખક તરીકે પ્રદાન કરેલ છે.
હાલ તેઓ ૮૦/૦૮/ ૨૦૨૨ થી બોટાદમાં અંદર આવેલી વી.એમ.સાકરીયા મહિલા આર્ટસ કોલેજમાં ઇતિહાસ વિષયના લેક્ચરર તરીકે ફરજ બજાવી રહ્યા છે.ચક્રવર્તી રાજગોપાલાચાર્ય કહ્યું છે કે “શિક્ષણ એ ચેતના ની ખેતી છે” ડો. ભૂમિકા વસાવા વ્યવસાયને અનુરૂપ અસરકારક વર્ગ શિક્ષણ અને ઇતિહાસના વિષયને રોચક શૈલીમાં આજે ભણાવી રહ્યા છે. બાળકોમાં ઇતિહાસનું મૂલ્ય અને સંવર્ધન થાય તેવા પ્રયાસ કરી રહ્યા છે. મોટાભાગે યુપીએસસીની પરીક્ષામાં ઇતિહાસ અને ભૂગોળ લઈને આઈ.એ.એસ થતા હોય છે ત્યારે ઇતિહાસ વિષયનું ગૌરવ વધે તેવુ બોટાદની ધરતી પર કાર્ય કરી રહ્યા છે. મહિલા કોલેજ હોવાથી દીકરીઓના શિક્ષણના સંવર્ધન માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના બાળકો બોટાદની કોલેજમાં સ્નાતક અને અનુસ્નાતક સુધી ખાસ દીકરીઓ ભણે તેઓ તેમનો આગ્રહ રહેલો છે. દીકરીઓના શિક્ષણ માટે કોલેજના પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ મિત્રો પણ ખૂબ મહેનત કરે છે. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના શબ્દોમાં કહીએ તો “મને ભિક્ષામાં કન્યા કેળવણી આપો.” કન્યાઓના શિક્ષણ માટે બોટાદની આ કોલેજ ધૂણી ધખાવીને કર્મના સિધ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે.
ડો. ભૂમિકા વસાવા એક આદર્શ અધ્યાપિકા, વિવેચક, ચિંતક અને ઇતિહાસના મૂર્ધન્ય સંશોધક પ્રવૃત્તિને ભરેલા લેક્ચરર છે.નારી સશક્તિકરણ એટલે મહિલાઓને શિક્ષણ, આર્થિક સ્વતંત્રતા, નિર્ણય લેવાની ક્ષમતા અને સામાજિક સમાનતા દ્વારા સક્ષમ બનાવી, સમાજમાં સન્માનજનક સ્થાન અપાવવાની પ્રક્રિયા. આનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવી, તેમના હકો માટે જાગૃત કરવા અને પુરુષોની સમકક્ષ તકો પૂરી પાડવાનો છે. ઉપરોક્ત બાબતોને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય બોટાદની વી.એમ. સાકરીયા મહિલા આર્ટસ કોલેજ દ્રારા થઈ રહ્યું છે.એક માતા સો યુનિવર્સિટી ની ગરજ સારે તેમ એક મહિલા સમગ્ર કોલેજનું ગૌરવ વધારવા શૈક્ષણિક સાથે સંશોધનત્તમ પ્રવૃત્તિ કરીને ઇતિહાસ વિષયને બાળકો તરફ વાળવાનું અભિયાન ચલાવતા ડો. ભૂમિકા વસાવા શુભેચ્છાને પાત્ર છે. આપ અસરકારક અધ્યાપન કરી રહયા છો.બોટાદના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક રૂપ બનો તેવી શુભેચ્છા પાઠવુ છું. mo.૯૮૨૫૭૦૨૨૮૨











































