અમરેલીના રહેવાસી અજયભાઈ મોહનભાઈ દાફડા ગત તા. ૨૭/૦૩/૨૦૨૬ના રોજ ચક્કરગઢ રોડ પર હીરાનું પેકેટ ક્યાંક પાડી બેઠા હતા. આ પેકેટમાં અંદાજે રૂ.૯,૦૦૦ની કિંમતના ૧૨૪ નંગ હીરા હતા. અરજદારે આ અંગે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા, પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. વાઘેલા અને તેમની સર્વેલન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. નેત્રમની ટેકનિકલ મદદથી પોલીસે ટૂંકા સમયમાં આ હીરાનું પેકેટ શોધી કાઢી અરજદારને સુપરત
કર્યું હતું.









































