આનંદ પંડિત અને વૈશલ શાહની નવી ગુજરાતી ફિલ્મનું શુટીંગનો ભવ્ય પ્રારંભ આજરોજ થયો છે. આ ફિલ્મ રક્ષાબંધનના દિવસે રીલીઝ કરાશે. નવી ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત આજે શાનદાર રીતે યોજાઈ ગયું. આ પ્રસંગે બહુમુખી કલાકારો મલ્હાર ઠાકર, યશ સોની, આરોહી પટેલ, આરતી પટેલ, સંદીપ પટેલ સહિતના હાજર રહ્યા હતા. આ ફિલ્મના ખ્યાતના કલાકાર રોનક કામદાર, મિત્ર ગઢવી, તત્સત મુન્શી, ચેતન દૈયા જોવા મળશે. ફિલ્મનું રિલીઝીંગ રક્ષાબંધનના દિવસે રજૂ કરાશે. આ ફિલ્મ માનવ અને કૂતરા વચ્ચેના અવિનાશી સંબંધને આધુનિક પરીકથા સ્વરૂપે રજૂ કરે છે. આ અવસરે આનંદ પંડિતે કહ્યું કે, અમારો પ્રયાસ એક એવી પારિવારિક ફિલ્મ બનાવીએ જેમાં પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ અને પરિવારમાં તેમના મહત્વને સુંદર રીતે રજૂ કરવામાં આવશે.









































