આઇસીસીએએ ફરી એકવાર રેન્કિંગ જાહેર કર્યું છે. ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ પછી આ પહેલું રેન્કિંગ છે. આ દરમિયાન, ટીમ ઈન્ડિયા ના બેટ્‌સમેનોની પ્રતિભા ફરી એકવાર દેખાઈ રહી છે. ઈશાન કિશન મોટી છલાંગ લગાવીને બીજા સ્થાને પહોંચી ગયો છે. હવે, અભિષેક શર્માનું નંબર વન સ્થાન ખતરામાં છે. સંજુ સેમસન પણ તેના ઉત્તમ પ્રદર્શનને કારણે ઉપર આવવામાં સફળ રહ્યો છે. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને થોડો નુકસાન થયો છે.
આઇસીસીએ ૨૦૨૬ ટી ૨૦ વર્લ્ડ કપ પછી નવી ટી ૨૦ રેન્કિંગ જાહેર કરી છે. અભિષેક શર્મા રેન્કિંગમાં નંબર વન બેટ્‌સમેન રહ્યા છે. જાકે, હવે તેમનું સ્થાન જાખમમાં છે, કારણ કે પ્રથમ અને બીજા ક્રમાંકિત બેટ્‌સમેન વચ્ચે હવે વધુ અંતર નથી. અભિષેક શર્માનું રેટિંગ ૮૭૫ છે. તેમના પછી ઇશાન કિશન બીજા સ્થાને છે. તે આ વખતે બે સ્થાન આગળ વધીને ૮૭૧ પર પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે પ્રથમ અને બીજા ક્રમાંકિત બેટ્‌સમેન વચ્ચે માત્ર ચાર પોઈન્ટનું અંતર છે.
પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાન હવે એક સ્થાન નીચે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. તેમનું રેટિંગ હાલમાં ૮૪૮ છે. ઇંગ્લેન્ડના ફિલ સોલ્ટ પણ એક સ્થાન નીચે આવી ગયા છે. તે ૭૯૨ રેટિંગ સાથે ચોથા સ્થાને છે. શ્રીલંકાનો પાથુમ નિસાન્કા પાંચમા સ્થાને છે. ન્યુઝીલેન્ડના ટિમ સીફર્ટે આ વખતે નોંધપાત્ર ફાયદો મેળવ્યો છે. તે ચાર સ્થાન આગળ વધીને ૭૪૯ રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. ભારતના તિલક વર્મા પણ આ વખતે એક સ્થાન નીચે ઉતરી ગયા છે, હવે તે સાતમા ક્રમે છે. દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ આઠમા ક્રમે છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ બે સ્થાન નીચે ઉતરી ગયા છે, ૭૨૨ રેટિંગ સાથે નવમા ક્રમે છે. ઇંગ્લેન્ડના જાસ બટલર ૭૧૬ રેટિંગ સાથે ૧૦મા ક્રમે છે.
આ દરમિયાન, સંજુ સેમસન ઉલ્લેખને પાત્ર છે. આ વખતે, તે ૧૮ સ્થાન આગળ વધીને ૨૨મા ક્રમે પહોંચ્યો છે. સંજુએ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ની છેલ્લી ત્રણ મેચમાં ૮૦ થી વધુ રન બનાવ્યા હતા. આનાથી તેને રેન્કિંગમાં પણ ફાયદો થઈ રહ્યો હોય તેવું લાગે છે.