જુનિયર એનટીઆર તેલુગુ સિનેમાના સૌથી મોટા અને સૌથી પ્રિય સુપરસ્ટારમાંના એક છે. તેમના સ્ટારડમનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે પણ તેમની કોઈ ફિલ્મ રિલીઝ થવાની હોય છે, ત્યારે તેમના ચાહકો ટિકિટ માટે ઉમટી પડે છે. જા સુપરસ્ટારના ચાહકોને તેમના પડોશમાં તેમના આગમનની ખબર પડે છે, તો તે ચોક્કસ હલચલ મચાવશે. તાજેતરમાં, જુનિયર એનટીઆર બેંગલુરુમાં કેઆઇએમએસ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા, જ્યાં સુપરસ્ટારની એક ઝલક જાવા માટે ભારે ધમાલ મચી ગઈ હતી. ૮ માર્ચે મહાદેવપુરામાં ભારે સુરક્ષા વચ્ચે હજારો જુનિયર એનટીઆર ચાહકો એકઠા થયા હતા. ભારે ભીડે હોÂસ્પટલના એસ્કેલેટરને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી, જેના કારણે પોલીસે પરિÂસ્થતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
જુનિયર એનટીઆર હોસ્પિટલના ઉદ્ઘાટન માટે બેંગલુરુ પહોંચ્યા કે તરત જ તેમની એક ઝલક જાવા માટે ચાહકોનું મોજુ ઉમટી પડ્યું. અભિનેતાએ તેમની કારની છત પર ઉભા રહીને તેમના ચાહકોનું સ્વાગત કર્યું. આ પછી, અભિનેતાના ચાહકોનો ઉત્સાહ વધી ગયો, અને મોટી સંખ્યામાં લોકો સુપરસ્ટારને નજીકથી જાવા માટે હોસ્પિટલની અંદર દોડી આવ્યા. હોસ્પિટલની અંદર અને બહાર મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા હતા, સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને સેલ્ફી માટે ધક્કામુક્કી કરી રહ્યા હતા. ચાહકો બેરિકેડ તોડીને પણ સ્થળ પર પહોંચવા માટે લોબીમાં પ્રવેશ્યા હતા. પછી થયેલી નાસભાગમાં, જુનિયર એનટીઆરનો એક ચાહક એસ્કેલેટર પરથી પડી ગયો. ભારે ભીડને કારણે હોસ્પિટલ ની અંદરના એસ્કેલેટરને ભારે નુકસાન થયું હતું. રિસેપ્શન એરિયામાં ફર્નિચરને પણ નુકસાન થયું હતું. પરિસ્થિતિ ઝડપથી કાબુ બહાર થઈ ગઈ. પોલીસે ભીડને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો. પોલીસે સુરક્ષા ઘેરો બનાવ્યો અને સુપરસ્ટારને સુરક્ષિત રીતે સ્થળ પર પહોંચાડ્યો.
એકસ (અગાઉનું ટ્વીટર) પર વીડિયો વાયરલ થતાં જ, તેણે ચર્ચા જગાવી. ઘણા લોકોએ ચાહકોના ઉન્માદને ખોટો અને ડરામણો ગણાવ્યો. વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા, એક યુઝરે લખ્યું, “દુનિયાનો સૌથી ખરાબ ફેન્ડમ,” જ્યારે બીજાએ કહ્યું, “હોસ્પિટલ માં આ હંગામો ખોટો છે.” બીજાએ લખ્યું, “આ ઘટના સ્ટારડમની કાળી બાજુ ઉજાગર કરે છે.” આવી જ ટિપ્પણીઓ કરીને, વપરાશકર્તાઓ ચાહકોના આ ઉન્માદથી નિરાશા વ્યક્ત કરી રહ્યા છે.














































