ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝાન્ડર સ્ટબ હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. તેમની મુલાકાત દરમિયાન શનિવારે મુંબઈમાં અંબાણી પરિવારે તેમનું ખૂબ જ ઉષ્માભર્યું અને આત્મિય સ્વાગત કર્યું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ અને વ્યવસ્થાપક નિયામક મુકેશ અંબાણીએ પોતાના પુત્ર અનંત અંબાણી સાથે મળીને રાષ્ટ્રપતિ અલેક્ઝાન્ડર સ્ટબનું તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાને બપોરના સમયે ખૂબ જ આદર અને સૌજન્ય સાથે આવકાર્યું હતું. આ મુલાકાત દરમિયાન મિત્રતાભર્યું વાતાવરણ જાવા મળ્યું હતું અને બંને પક્ષો વચ્ચે અર્થપૂર્ણ ચર્ચાઓ તેમજ વિચારોનું આદાન-પ્રદાન થયું હતું. આ પ્રસંગે ભારત અને ફિનલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ સકારાત્મક ભાવના વ્યક્ત થઈ હતી. પરસ્પર સન્માન, વિશ્વાસ અને સમાન મૂલ્યોના આધારે બંને દેશો વચ્ચે સહકાર વધારવાની ઇચ્છા આ મુલાકાતમાં સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થઈ હતી.
મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ રાષ્ટ્રપતિ અલેક્ઝાન્ડર સ્ટબને ભારતીય પરંપરા મુજબ ખૂબ જ આદર, સ્નેહ અને આત્મિયતાથી આવકાર્યા હતા. મહેમાનને દેવ સમાન માનવાની ભારતીય સંસ્કૃતિ અનુસાર તેમને વિશેષ આતિથ્ય આપવામાં આવ્યું હતું, જેના કારણે રાષ્ટ્રપતિએ ભારતીય મહેમાનનવાજીનો અનોખો અનુભવ કર્યો હતો.
આ મુલાકાત માત્ર સૌજન્ય મુલાકાત પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ ભારત અને ફિનલેન્ડ વચ્ચે વધતી મિત્રતા અને ભવિષ્યમાં વધુ મજબૂત સહકાર માટેની સંભાવનાઓને પણ ઉજાગર કરતી મહત્વપૂર્ણ ક્ષણ બની હતી.










































