જો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજકારણમાં ન હોત તો તેઓ શું કરતા હોત? શું આ પ્રશ્ન તમારા મનમાં આવ્યો છે? રાહુલ ગાંધીએ પોતે જ આ મૂંઝવણ દૂર કરી છે અને જાહેર કર્યું છે કે જા તેઓ રાજકારણમાં ન હોત તો તેઓ શું કરતા હોત.
કેરળની બે દિવસની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ કહ્યું કે જા તેઓ રાજકારણમાં ન હોત, તો તેઓ કદાચ એરોસ્પેસ ક્ષેત્રમાં કોઈ ઉદ્યોગસાહસિકતામાં સામેલ થયા હોત. તેમણે કહ્યું કે જા તેઓ કોઈ રાજકીય સંગઠન માટે કામ ન કરતા હોત, તો તેઓ ઉદ્યોગસાહસિકતામાં રોકાયેલા હોત. આ સાહસ એરોસ્પેસ ક્ષેત્રમાં હોત.
રાહુલે એમ પણ કહ્યું કે તે પાઇલટ છે. મારા પિતા અને કાકા પણ પાઇલટ હતા. રાહુલે કહ્યું કે આપણે દરેક બાબતમાં ઉત્સુક રહેવું જાઈએ. તમારે ખુલ્લું મન રાખવું જાઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું, “વિશ્વમાં થઈ રહેલા ફેરફારોના આધારે નીતિઓ બનાવવી જાઈએ. અમેરિકા અને યુકે કેવી રીતે શક્તિશાળી બન્યા? તેમણે પરિવહનને નિયંત્રિત કરીને સત્તા મેળવી. બ્રિટિશરોએ સ્ટીમ એન્જીન અને કોલસાને નિયંત્રિત કર્યા. તેમણે નૌકાદળ બનાવ્યું અને વેપાર માર્ગોને નિયંત્રિત કર્યા. અમેરિકનોએ પાછળથી પેટ્રોલિયમ સાથે પણ આવું જ કર્યું.”
તેમણે કહ્યું, “આજે ટેકનોલોજી પર કોણ પ્રભુત્વ ધરાવે છે? તે ભારત નથી, અમેરિકા નથી, યુરોપ નથી. તે ચીન છે. આ આપણા માટે એક મોટી સમસ્યા છે, કારણ કે આપણે એવા થોડા દેશોમાંના એક છીએ જેની પાસે આ પરિવર્તન લાવવાની ક્ષમતા છે. મારું માનવું છે કે યોગ્ય નીતિઓ અને દ્રષ્ટિકોણથી, ભારત ચીન સાથે સ્પર્ધા કરી શકે છે.”
તેમણે કહ્યું, “આપણી આખી સિસ્ટમ મૂળભૂત રીતે ત્રણ કે ચાર વ્યવસાયો દ્વારા નિયંત્રિત છે. તેઓ કંઈપણ ઉત્પાદન કરતા નથી; તેઓ મુખ્યત્વે એવા ઉત્પાદનો વેચવામાં મદદ કરે છે જે આપણા સ્થાનિક ઉત્પાદકોને નુકસાન પહોંચાડે છે.” જીએસટીનું ઉદાહરણ લો. જીએસટી ઉત્પાદકોને નુકસાન પહોંચાડે છે. મૂળભૂત મુદ્દાઓ છે. તમે એવો ય્જી્ બનાવો છો જે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો નાશ કરે છે, અને પછીથી વિચાર કરો છો કે, “આપણે કોઈ રોજગારી કેમ નથી બનાવી રહ્યા?”









































