વડિયાના સનાળા ગામે રહેતી એક પરિણીતા હું અવેડે કપડાં ધોવા જાવ છું તેમ કહીને નીકળ્યા બાદ લાપતા બની હતી. શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરાઈ હતી.
આ અંગે રાહુલભાઈ નાનજીભાઈ મયાત્રા (ઉ.વ.૩૫) જાહેર કર્યા મુજબ, તેની પત્ની ભાવીતાબેન (ઉ.વ.૨૭) ઘરેથી સનાળા ગામના પાણીના અવેડે કપડાં ધોવા જાવ છું કહીને નીકળી હતી. જે બાદ પોતાની મેળે ક્યાંક જતી રહી હતી. વડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી ટી બળસટીયા વધુ તપાસ કરી રહ્યા છે.









































