બાબરાના ખાખરીયા ગામે સગીરા હોવાની જાણ હોવા છતાં આરોપી તેને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. જેથી સગીરાના પિતાએ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આરોપીઓના સગાઓએ અમરેલીના એડવોકેટ પિન્ટુ ગોરખીયાનો સંપર્ક કરતા વકીલ પિન્ટુ ગોરખીયાએ આરોપીની જામીન અરજી તૈયાર કરી જેમાં જણાવાયેલ કે આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી, ભોગ બનનારને આરોપી સાથે પ્રેમસંબંધ હોય તેથી મરજીથી તેની સાથે સગીરા ગઈ હતી. આ બાબતનો ઉલ્લેખ કરતા ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ શ્રીવાસ્તવ દ્વારા પિન્ટુ ગોરખીયાની દલીલને ગ્રાહ્ય રાખી પોક્સોના આરોપીની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.