પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સ્વીઝરલેન્ડ ના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા “બોર્ડ ઓફ પીસ”ના ચાર્ટર પર હસ્તાક્ષર કરીને નોંધપાત્ર વિવાદ ઉભો કર્યો છે. શાહબાઝના આ પગલાથી પાકિસ્તાનમાં વ્યાપક હોબાળો મચી ગયો છે. પાકિસ્તાની વિપક્ષ તેમજ જનતા, શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર ટ્રમ્પના ચાતુર્ય ગણાવીને જારદાર વિરોધ નોંધાવી રહ્યા છે.
આ બોર્ડ મૂળ ગાઝામાં યુદ્ધવિરામ અને પુનર્નિર્માણની દેખરેખ માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ હવે તેનો વ્યાપ વૈÂશ્વક સંઘર્ષોના ઉકેલ માટે વિસ્તૃત કરવામાં આવ્યો છે. ટ્રમ્પ પોતે બોર્ડના અધ્યક્ષ છે, અને પાકિસ્તાન, યુએઈ, હંગેરી, કોસોવો, પેરાગ્વે અને મોરોક્કો સહિત ૧૯ દેશોના નેતાઓ તેમાં જાડાયા છે. જા કે, આ પગલાથી પાકિસ્તાનમાં વ્યાપક રાજકીય, ધાર્મિક અને જાહેર વિરોધ થયો છે. ૨૨ જાન્યુઆરીએ દાવોસમાં હસ્તાક્ષર સમારોહમાં શાહબાઝ શરીફે ટ્રમ્પ સાથે હાથ મિલાવ્યા અને ફોટો પડાવ્યો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આને ગાઝામાં કાયમી શાંતિ અને પેલેÂસ્ટનિયનોને મદદ કરવા તરફનું પગલું ગણાવ્યું.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શાહબાઝનું આ પગલું યુએન સુરક્ષા પરિષદના ઠરાવ ૨૮૦૩ હેઠળ ગાઝા શાંતિ યોજના માટે તેમના સમર્થનનો ભાગ હતું. શાહબાઝ સરકારના મંત્રી અહસાન ઇકબાલે સ્થાનિક વિરોધીઓને “અવિવેકી” ગણાવ્યા હતા, અને કહ્યું હતું કે બોર્ડમાં જાડાવાથી પાકિસ્તાનની આંતરરાષ્ટીય પ્રતિષ્ઠામાં વધારો થશે અને પેલેસ્ટનિયનોને મોટા પાયે માનવતાવાદી સહાય પૂરી પાડશે. જાકે, પાકિસ્તાનમાં શાસક ગઠબંધનને આ નિર્ણયની આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
પાકિસ્તાનના વિરોધ પક્ષો, ઇસ્લામિક સંગઠનો અને ભૂતપૂર્વ સાંસદોએ શાહબાઝ અને મુનીરના નિર્ણયને “ઇસ્લામના સિદ્ધાંતો પર સમાધાન” અને “ટ્રમ્પની ખુશામત” ગણાવ્યો છે. જમિયત ઉલેમા-એ-ઇસ્લામના વડા મૌલાના ફઝલુર રહેમાને સંસદમાં જણાવ્યું હતું કે શાહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીર ટ્રમ્પની ખુશામત કરવામાં એટલા મગ્ન છે કે તેઓ ઇસ્લામના સિદ્ધાંતો ભૂલી ગયા છે. તેમણે કહ્યું, “પાકિસ્તાનના લોકો આને ક્યારેત માફ કરશે નહીં.” ઇમરાન ખાનની પાર્ટી, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફએ પણ આકરો હુમલો કર્યો. પીટીઆઈ નેતા શહરયાર આફ્રિદીએ કહ્યું કે શાહબાઝ-મુનીર જાડીએ બોર્ડ પર સહી કરીને દેશની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે. પીટીઆઈએ તેને “લોકોની લાગણીઓને અવગણવા” અને “દેશને ટ્રમ્પ પાસે ગીરવે મૂકવા” તરીકે વર્ણવ્યું. ભૂતપૂર્વ સેનેટર મુશ્તાક અહેમદ ખાને તેને “રાષ્ટીય વિશ્વાસઘાત” ગણાવ્યો. પાકિસ્તાની મીડિયા અને સોશિયલ મીડિયામાં પણ આક્રોશ જાવા મળ્યો. પત્રકાર ઇમરાન રિયાઝ ખાને કહ્યું કે આ નિર્ણયને વાજબી ઠેરવનારાઓએ વિચારવું જાઈએ કે પાકિસ્તાનના લોકો હવે ઇસ્લામ વિશે કેવી રીતે વાત કરશે. ઘણા ઇસ્લામિક સંગઠનો કહે છે કે પાકિસ્તાન હંમેશા પેલેસ્ટનિયનોની સાથે ઉભું રહ્યું છે અને હમાસને ટેકો આપ્યો છે, પરંતુ હવે શાહબાઝ શરીફે “પેલેસ્ટનિયનોના હત્યારાઓ” સાથે સમાધાન કર્યું છે. કેટલાક લોકોએ આને “ઇઝરાયલ સાથે ઉભું” તરીકે જાયું, કારણ કે બોર્ડ ટ્રમ્પની ગાઝા યોજનાનો ભાગ છે, જે ૨૦૨૦ “શાંતિથી સમૃદ્ધિ” યોજના સાથે જાડાયેલ હોવાનું માનવામાં આવે છે – જેનો પાકિસ્તાને અગાઉ વિરોધ કર્યો હતો. વિપક્ષી નેતા રાજા નાસેર અબ્બાસે પ્રશ્ન કર્યો કે બોર્ડ પર પાકિસ્તાનનો દરજ્જા શું હશે. શું શાહબાઝ શરીફ ટ્રમ્પને પૂછી શકે છે કે તેઓ આજીવન અધ્યક્ષ કેવી રીતે બન્યા?









































