અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી (DISHA)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર સરકાર સંચાલિત વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, અભિયાનો અને વિકાસ કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદે જિલ્લામાં સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે થયેલી કામગીરીને સરાહનીય ગણાવી, વધુ અસરકારક અમલીકરણ માટે સૂચનાઓ આપી હતી.સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડની કામગીરી ઝડપી કરવા, રેલવે, વીજળી, આધાર અપડેટ કીટ, બીએસએનએલ નેટવર્ક તથા ગ્રામ પંચાયતોમાં ભારતનેટ સુવિધા સુચારુ બનાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા, સ્વચ્છ ભારત મિશન, બેટી બચાવો બેટી પઢાવો, નેશનલ હેલ્થ મિશન, સમગ્ર શિક્ષા સહિતની યોજનાઓની સિદ્ધિઓની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં વિકસિત ભારતજ્ર૨૦૪૭ અંતર્ગત જી-રામ-જી (સુધારેલ મનરેગા) યોજનાને સર્વાનુમતે આવકારવામાં આવી. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યાએ પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.