સોમનાથ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ ૨૦૨૫ સૌરાષ્ટ્ર ઝોન હેન્ડબોલ સ્પર્ધામાં અમરેલીની શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલના DLSS ના U-૧૭ ભાઈઓની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ટીમમાં ૧) વંશ કાકડિયા, ૨) સિદ્ધાર્થ બારૈયા, ૩) નૈતિક બાંભરોલીયા, ૪) સૂર્યદીપસિંહ વાઘેલા, ૫) હાર્દિક ડાભી, ૬) વિજય શિયાળ, ૭) હાર્દિક મેણીયા, ૮) વિજય સોલંકી, ૯) આદિત્ય ભડાણીયા, ૧૦) અરુણ વેગડ, ૧૧) ઈશાન રાઠોડ અને ૧૨) રાહુલ બારૈયાનો સમાવેશ થાય છે. આ હેન્ડબોલ ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સુવર્ણ પદક પ્રાપ્ત કરી સિદ્ધિ હાંસલ કરેલ છે અને શાળા પરિવાર તેમજ અમરેલી જિલ્લાનું નામ સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ રોશન કરેલ છે. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિજેતા હેન્ડબોલ ટીમ તેમજ કોચ રવિભાઈ નાવડિયા અને ટ્રેનર કમલેશભાઈ ભાલીયા તથા ભૂમિબેન ડાંગરને અભિનંદન પાઠવ્યા હતા, તેમ વિદ્યાસભાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.








































