ગુજરાત વાડો કરાટે ચેમ્પિયનશીપ-૨૦૨૫ સ્પર્ધાનું આયોજન વડોદરા મુકામે થયું હતું. જેમાં અમરેલી જિલ્લામાંથી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલના કરાટે ગેમના ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સુવર્ણ, રજત અને કાંસ્ય પદક પ્રાપ્ત કર્યા હતા. જેમાં કરેણા ઉરવી, ચોહાણ શ્રેયા, પરમાર દેવરાજે સુવર્ણ પદક મેળવેલ, જાદવ સારદા, કરંગીયા બંશી, ઝાલા મહેક, સોલંકી વંદના, સાવલિયા વૃષ્ટિ, ગમારા હાર્દિક, બારૈયા પરીએ રજત પદક મેળવેલ, તેમજ પરમાર પહેક, દવે દિશા, ગોલાની ઉર્વીશાએ કાંસ્ય પદક મેળવી સિધ્ધીઓ પ્રાપ્ત કરી શાળા અને અમરેલી જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કરેલ છે. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ કરાટે ખેલાડીઓ તેમજ કોચ વિકુશભાઈ ભેડાને તેમણે મેળવેલ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે.








































