પાકિસ્તાને માછીમારી માટે પ્રતિબંધિત ક્ષેત્રમાં પ્રવેશ્યા બાદ ભારતીય બોટનું અપહરણ કર્યું હતું. જેમાં ૮ માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી.પાકિસ્તાની મરીન એજન્સીએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક આઠ માછીમારો સાથેની એક ભારતીય બોટનું અપહરણ કર્યું હતું.સૂત્રોએ જણાવ્યું હતું કે નાર નારાયણ નામની બોટ ૨૫ ઓક્ટોબરના રોજ માછીમારી માટે નીકળી હતી અને તે નો-ફિશિંગ ઝોનમાં પ્રવેશી હતી, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. અટકાયત કરાયેલા આઠ માછીમારોમાંથી સાત ગુજરાતના છે અને એક મહારાષ્ટ્રનો છે.








































