રાજ્ય સરકારના મત્સ્ય વિભાગ દ્વારા જાફરાબાદ,રાજુલા સહિતના દરિયાઈ વિસ્તારમાં ૧ જૂનથી ૧૫ ઓગસ્ટ સુધી માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન માછલીઓના પ્રજનન અને સંવર્ધનકાળને ધ્યાનમાં રાખીને પશ્ચિમી દરિયાકાંઠા સહિત આંતરરાષ્ટ્રીય જળ સીમા વિસ્તારમાં આ ૬૧ દિવસનો નિર્ણય લેવાયો છે. આ પગલું દરિયાઈ જીવસૃષ્ટિની સુરક્ષા અને માછલીઓનો વંશવેલો વધારવા માટે અત્યંત જરૂરી માનવામાં આવે છે. સત્તાવાર પરિપત્ર બહાર પાડીને તમામ માછીમારોને આ અંગે વહેલી તકે જાણ કરી દેવામાં આવી છે.આ સમયગાળા દરમિયાન યાંત્રિક બોટો, ટ્રોલર અને ઊંડા દરિયામાં જતાં મોટા જહાજોને દરિયામાં પ્રવેશવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. પોલીસ અને મત્સ્ય વિભાગ દ્વારા આ સરકારી જાહેરનામાનો ભંગ કરીને દરિયામાં જશે, તો તેમની સામે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદા હેઠળ કડક દંડનીય કાર્યવાહી કરીને બોટ પણ જપ્ત કરવામાં આવશે.