અમરેલી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. ખાંભાના ભાડ ગામે રહેતા કાનજીભાઇ મેરામભાઇ અદગામા (ઉ.વ.૩૭)એ જાહેર કર્યા મુજબ, ચિરાગભાઇ કાનજીભાઇ અદગામા (ઉ.વ.૧૭) ભેંસો ચરાવવા ભાડ ગામે ખોડીયાર ડેમ પાસે ગયો હતો. ત્યાં ભેસ ડેમના પાણીમાં પડી હતી. જેને હાંકવા જતા મરનારનો પગ લપસી જતા ડેમના પાણીમા પડી જતા પાણીમા ડુબી જવાથી મરણ પામ્યા હતા. બાબરાના ખંભાળા ગામે રહેતા શંભુભાઇ પ્રેમજીભાઇ કાગડ (ઉ.વ.૪૫) એ જાહેર કર્યા મુજબ, આશિષભાઇ અશોકભાઇ કાગડ
(ઉ.વ.૧૮ ) મોટર સાઇકલ લઈ જતા હતા ત્યારે ગાયનું વાછરડું આડે ભટકાતા અકસ્માત થતા મરનારને માથાના ભાગે ગંભીર ઇજા થતા મરણ પામ્યા હતા. બગસરાના નવા ઝાંઝરીયા ગામે રહેતા વિમલભાઇ બકુલભાઇ રાઠોડ (ઉ.વ.૨૪) એ જાહેર કર્યા મુજબ, અચાનક બકરા આડા આવતા તેમની મોટર સાયકલ અડી જતા અકસ્માતે પડી જતા માથાના ભાગે વાગવાથી નબુબેન ભીખાભાઇ રાઠોડ (ઉ.વ.૭૫ )નું મોત થયું હતું. ધારીમાં રહેતા વનરાજભાઈ કિશોરભાઈ પરમાર (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા પ્રમાણે, હાડીડા ગામના ઘનશ્યામભાઇ રામસંગભાઇ ઉર્ફે રામજીભાઇ પરમાર (ઉ.વ.૫૬) અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા મરણ પામ્યા હતા.






































