દામનગર શહેરમાં લાઠી રોડ ઉપર આવેલ રેલવે ફાટક ઉપર બની રહેલા ઓવરબ્રિજનું કામ લાંબો સમય ચાલવાનું હોવા છતાં એજન્સીએ ડાયવર્ઝન બનાવ્યા વગર ટેન્ડરની સામાન્ય શરતોનું આચરણ કર્યા વગર કામ શરૂ કર્યું છે. આ કામની સ્થાનિક ધારાસભ્યએ પણ વિઝીટ કરી છે અને જરૂરી માર્ગદર્શન આપ્યું હોવાનું જાણવા મળે છે. દૈનિક હજારો લોકો જિલ્લા અને તાલુકા મથકેથી અપડાઉન કરે છે. લોકોની માગણી મુજબ ડાયવર્ઝન બનાવ્યા વગર જ તેનું કામ શરૂ કર્યું હતું અને તે અંગે અનેકવાર ફરિયાદો પ્રચાર માધ્યમોમાં પણ પ્રસિદ્ધ થયા છતાં એજન્સીએ તેની નોંધ ન લેતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. લોકોમાં ચર્ચા છે કે, એજન્સીની ધરાર મનમાની સરકારી તંત્ર કે ધારાસભ્ય ને પણ નહીં ગણકારતી હોય ? કે પછી કોઈ મોટા ગજાના નેતાના આશીર્વાદ કે ભાગીદારી હશે?









































