(ગીતા-૧પ/૧૪)
આર્યશાસ્ત્રમાં અન્ય યજ્ઞોની જેમ ભોજનને પણ નિત્ય યજ્ઞ કહેવામાં આવે છે. આ નિત્ય યજ્ઞના ઈશ્વરનું નામ વૈશ્વાનર છે. ઉપરોક્ત શ્લોકમાં જણાવ્યા મુજબ ભગવાન શ્રી વૈશ્વાનર (જઠરાગ્નિ) રૂપથી પ્રત્યેક પ્રાણીમાં બેસીને પ્રાણ અને અપાન વાયુની સહકારિતાથી ચાવીને, ચુસ્તને તથા છાશની જેમ પી ને અન્નને ખાવામાં આવે છે. અન્તતઃ આર્યોના ભોજનથી કેવળ ઉદરપૂર્તિ નથી
થતી,પરંતુ ભગવાનની પૂજા પણ થાય છે. આપણા શાસ્ત્રોમાં ભોજનની પવિત્રતા પર વિશેષ વિચાર કરવામાં આવેલ છે.
ભોજન માટે સર્વપ્રથમ સ્થાનનો વિચાર કરવો જોઈએ. અર્થાત કોઈપણ સ્થાનમાં બેસીને અથવા ઉભા ઉભા ભોજન કરવું યોગ્ય નથી. જેવી રીતે અશુધ્ધ સ્થાનમાં બેસીને ભગવાનની પૂજા કરી શકાય નહીં તેવી રીતે ભોજન પણ ભગવાન વૈશ્વાનરની પૂજા હોઈને અશુધ્ધ જગ્યાએ કરી શકાય નહિ. ભોજનનું સ્થાન ગૌમુત્ર અને શુધ્ધ જળથી પવિત્ર ચોખ્ખું કરેલું હોવું જોઈએ, બીજું પોતે નહાયા વિના અને સ્વચ્છ કપડા પહેર્યા વિના ભોજન કરવું ન જોઈએ, કારણ કે અશુધ્ધ અને તામસિક વસ્તુઓથી ભગવાન વૈશ્વાનરની પૂજા કરી શકાય નહિ. જો અશુધ્ધ અને તામસિક પદાર્થો દ્વારા બનેલા ભોજનથી આત્મા કલુષિત થવાનો સંભવ છે. અર્થાત્ ભોજન માટેના પદાર્થો શુધ્ધ અને સાત્વિક હોવા જોઈએ. તેમજ પવિત્રતાપૂર્વક અને શુધ્ધ પદાર્થો દ્વારા બનાવેલ ભોજન સ્વચ્છ પાત્રમાં રંધાયેલું અને સ્વચ્છ પાત્રમાં જ જમવું જોઈએ. તેને કોઈ અપવિત્ર વ્યક્તિ કે પ્રાણી દ્વારા સ્પર્શ થયો હોવો ન જોઈએ.
ભોજનના વિષયમાં ભગવાન મનુએ કહ્યું છે કે લાંબા આયુષ્યની ઈચ્છા વાળાએ પૂર્વાભિમુખ બેસીને તથા યશ એટલે કે કિર્તિઈચ્છવા વાળાએ દક્ષિણાભિમુખ બેસીને ભોજન કરવું જોઈએ. પૂર્વ દિશાથી પ્રાણ શક્તિનો ઉદય થાય છે અને પ્રાણ સ્વરૂપ સુર્યદેવ પૂર્વ દિશામાંથી જ ઉગે છે. આ કારણે પૂર્વાભિમુખ થઈને ભોજન કરવાથી આયુષ્ય વધવું સ્વાભાવિક છે. આ વિષયમાં પશ્ચિમના તજજ્ઞોએ સંશોધન કરેલ છે અને નોંધેલ છે જેમ કે…
“”Dr. George starr white of the New York Medical College discovered that a healthy person has a slight difference in sound over each rogan when faced east than he had, when he faced north and he deduced that the reason
for this is that when a person faces north the magnetic lines of the force cut through a larger surface of the sympathetic nervous chain.”
ડા. જયોર્જનો સિધ્ધાંત છે કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમવાથી વિદ્યુતપ્રવાહ શરીરની નસો દ્વારા વધુ વેગથી ચાલે છે. તેથી તે તેટલું આયુષ્યની વૃધ્ધિ કરનારું નથી. જેટલું પૂર્વાભિમુખ ભોજન તેમજ યશ દેવાવાળા પિતૃઓનો સંબંધ દક્ષિણદિશા સાથે હોવાને લીધે દક્ષિણાભિમુખ બેસીને ભોજન કરવાથી યશની પ્રાપ્તિ થાય છે. સ્નાન તથા પૂજાથી શરીર અને મનની પવિત્રતા વધે છે. તેથી જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન અને ભગવાનની પૂજા કર્યા બાદ જ ભોજન કરવું જોઈએ.
બન્ને હાથ પગ તથા મોઢું ધોઈને પૂર્વાભિમુખ બેસીને, મૌન ધારણ કરીને, શાંત ચિત્તે ભગવાનને ભોગ ધરી ત્યારબાદ પ્રસાદના રૂપમાં ભોજન કરવું જોઈએ.
મનુ ભગવાને કહ્યું છે કે ભીના પગ હોય તો ભોજન કરી શકાય પરંતુ ભીના પગ રાખીને તેને લુછ્યા સિવાય શયન કરવામાં આવે તો આયુષ્ય ઘટે છે.
(ક્રમશઃ)









































