અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આવા વરસાદના કારણે લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે આવેલ મફત પ્લોટ વિસ્તારમાં શાંતુબેન સોમાભાઈ બલોલીયાનું મકાન ધરાશયી થયું છે. આ ઘટનાની જાણ સરપંચ રણજીતભાઈ ખુમાણને થતાં તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને સમગ્ર બનાવની લીલીયા મામલતદાર, ટીડીઓને જાણ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી તેમ ઈમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.








































