બાબરા પંથકમાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મહામૂલા પાકનો સફાયો થયો છે. હાલ બાબરા પંથકના ખેડૂતો ભારે મુશ્કેલીમાં હોય ત્યારે રાજ્ય સરકારે સર્વે કર્યા વગર ખેડૂતોને મળતી સહાય આપવી જોઈએ તેમ બાબરા પાલિકા સદસ્ય શંભુભાઈ પાચાણીએ જણાવ્યું છે. શંભુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે હાલ ખેડૂતોને ભારે નુકસાની ગઈ હોય અને તેની સાથે શ્રમિકોને પણ ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો હોય તેથી સર્વે કર્યા વગર જ ખેડૂતો માટે સહાય જાહેર કરવી જોઈએ.










































