ઉનામાં લોહાણા મહાજન દ્વારા જલારામબાપાની ૨૨૬મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વરસિંગપુર રોડ પર આવેલ જલારામ મંદિર પર સવારે જલારામ ભકતોએ વિશાળ સંખ્યામાં જલારામબાપાની મહાઆરતી કરી હતી. બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ. ૪.૦૦ વાગ્યે જલારામબાપાની પાલખી યાત્રા નીકળી હતી. જેમાં ઉના લોહાણા મહાજન પ્રમુખ ડો.મનોજ માનસેતા, જયંતીભાઈ નથવાણી, કાંતિભાઈ છગ, ગુણવંતભાઈ રૂપારેલ, રસિકભાઈ તન્ના, અશોકભાઈ કોટેચા સહિતના રઘુવંશીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના ટાવર ચોક અને ત્રિકોણબાગ પર ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.
ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે હસ્તે ગીરગઢડા રોડથી જલારામ મંદિર તરફ જતા રોડનું નામકરણ ‘જલિયાણ માર્ગ’ કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, ચંદ્રેશભાઈ જોશી, રાજુભાઈ ડાભી, અલ્પેશભાઈ બાંભણીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે લોહાણા સમાજે ગાયોને ૨૨૬ કિલો લાડવાનો ભોગ ધર્યો હતો.










































