ઉનાના દેલવાડા રોડ પર આવેલ શાહ એચ.ડી. હાઈસ્કૂલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ૫૫ ફુટ ઉંચા રાવણના પૂતળાદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાધુ, સંતો, સમાજના આગેવાનો, વેપારીઓ, રાજકીય અગ્રણીઓ તેમજ સ્થાનિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાવિકભાઈ ઠક્કર, ચિંતન ગઢિયા, ભાવેશ સાંખટ, યશવંત બાંભણિયા, રવિ બાંભણિયા, ઉના પી.આઇ. મહેન્દ્રસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ  દાંડિયા રાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.