તેલંગાણા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચીફ એન્જિનિયર બી. રવિન્દર સામે અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવા બદલ કેસ દાખલ કર્યો છે. આ કાર્યવાહી ચીફ એન્જિનિયરની ૯.૨૪ કરોડથી વધુની સંપત્તિના ખુલાસા બાદ થઈ છે. એસીબીના સિટી રેન્જે ૧ થી ૧૪ જુલાઈ દરમિયાન આરોપી બી. રવિંદરના ઘર, ઓફિસ અને તેના સંબંધીઓ, સહયોગીઓ અને કથિત બેનામીદારોના નવ અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા.એસીબીના જણાવ્યા મુજબ, તેમના દ્વારા ઓળખાયેલી મિલકતોની નોંધાયેલ કિંમત ૯ કરોડ ૨૪ લાખ ૨ હજાર ૨૭૬ છે, જાકે તેમની વાસ્તવિક બજાર કિંમત ઘણી વધારે હોવાની ધારણા છે. ભ્રષ્ટાચાર દ્વારા મિલકત હસ્તગત કરવાના આરોપસર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ (૨૦૧૮ માં સુધારેલ) હેઠળ બી. રવિંદર સામે કેસ નોંધવામાં આવ્યો છે.તપાસ દરમિયાન, ઓળખાયેલી મિલકતોની યાદીમાં કિસ્તાપુર, પાસમાલા અને કોંડાકલમાં ૫ ખાલી પ્લોટનો સમાવેશ થાય છે, જેની કિંમત ૩૮.૮૯ લાખ છે; જપ્તીમાં નરસીંગી અને નાનકરામગુડામાં ૨.૦૭ કરોડના ચાર ફ્લેટ અને કોથુર અને શમશાબાદમાં ચાર એકર ખેતીની જમીનનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, એસીબીને મોકિલા ગામમાં ૧.૩૩ કરોડનો અધૂરો રહેણાંક વિલા અને કોંડાપુરના મÂસ્જદ બાંદા વિસ્તારમાં ૩ કરોડની કિંમતનો મોટો ય્+૪ મકાન મળી આવ્યો.જપ્તીમાં નોંધપાત્ર રકમ રોકડ અને જંગમ મિલકતનો સમાવેશ થાય છે. એસીબીએ ૩.૮૨ લાખ રોકડા, આશરે ૪૫.૦૫ લાખનું બેંક બેલેન્સ અને ૩૬.૭૦ લાખના ૧.૪૪ કિલો સોનાના દાગીના જપ્ત કર્યા. વધુમાં, આશરે ૧૦ લાખના ૧૨.૫ કિલો ચાંદીના દાગીના પણ જપ્ત કર્યા.નોંધનીય છે કે આરોપી ચીફ અન્નિજિનયરના ૧.૧૬ કરોડના લક્ઝરી વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. તેમાં ટાટા સફારી, ટોયોટા ઇનોવા ક્રિસ્ટા, ટોયોટા ઇનોવા હાઇક્રોસ અને મહિન્દ્રા એકસયુવી જેવી મોંઘી એસયુવીનો સમાવેશ થાય છે. ૯.૩૨ લાખના ઇલેક્ટ્રોનિક ગેજેટ્‌સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં ૭ સેમસંગ મોબાઇલ ફોન, ઘણી હાર્ડ ડિસ્ક અને આઈપેડનો સમાવેશ થાય છે. તેલંગાણામાં એસીબીના દરોડામાં શમીરપેટ તહસીલદાર સુચરિતાની વિશાળ સંપત્તિનો ખુલાસો થયો હતો. ૧૨ લાખ રોકડા અને ૧.૨ કરોડના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.