સાવરકુંડલાના હાથસણી ગામના એક યુવકનો પોતાનો કિંમતી મોબાઈલ ફોન ખોવાયો હતો. યુવક જ્યારે સાવરકુંડલાથી બગસરા તાલુકાના ખારી ખીજડીયા ગામે પોતાનો છકડો રિક્ષા લઈને જઈ રહ્યો હતો, ત્યારે આ ઘટના બની હતી. અનિલભાઇ દિનેશભાઇ ટીમાણીયા (ઉ.વ.૨૮)એ જાહેર કર્યા મુજબ, જ્યારે તેઓ અમરેલી-બગસરા હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ટીંબલા ગામના પાટીયા પાસે તેના પાછળના ખિસ્સામાં રાખેલો વીવો (Vivo) કંપનીનો Y૨૯ ૫G મોડેલનો મોબાઈલ ફોન ભૂલથી રસ્તામાં ક્યાંક પડી ગયો હતો. જેની કોઈ શખ્સ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.ડી. જોશી વધુ તપાસ કરી રહ્યા છે.








































