રાજુલાની એચ.બી. સંઘવી મહિલા આટ્ર્સ તથા કોમર્સ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ
જાગૃતિ અંતર્ગત આજે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રાહક સુરક્ષા તથા પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ સેમિનાર યોજાયો હતો, જેમાં રાજુલાના પી.એસ.આઇ. એસ.બી. જાની તથા યુ.એલ.આર.ડી. ભોળાભાઈ ભૂકણ તથા ડબલ્યુ.એ.પી.સી. પ્રિયંકાબેન જાની, સાયબર ક્રાઇમ વિષય તજજ્ઞ ભાવેશભાઈ ભાલીયા, કોલેજના સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજા તથા અન્ય સુરક્ષા કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત તથા પ્રાસંગિક ઉદ્બોધન કોલેજ પ્રિન્સિપાલ ડો.રીટાબેન રાવળે કરેલ. સમગ્ર કાર્યક્રમના અંતમાં પ્રશ્નોતરી કરવામાં આવેલ, જેમના સંતોષકારક ઉત્તર તજજ્ઞો દ્વારા આપવામાં આવેલ. આભાર દર્શન પ્રો. નેહાબેન દરજીએ કરેલ.









































