કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ પુરીની પુત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં જેફરી એપસ્ટેઈન સાથે જાડાયેલી સામગ્રી દૂર કરવા માટે ૧૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. મંત્રી હરદીપ પુરીની પુત્રી હિમાયાની પુરીએ આરોપ લગાવ્યો છે કે ઘણી ઓનલાઈન પોસ્ટ ખોટી રીતે દાવો કરે છે કે તેણી એપસ્ટેઈન અથવા તેની ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે નાણાકીય અથવા નેટવર્ક સંબંધો ધરાવે છે. હિમાયાનીએ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કર્યો છે જેમાં તેણીને બાળશોષક જેફરી એપસ્ટેઈન સાથે જાડતી ઓનલાઈન સમાચાર અહેવાલો, પોસ્ટ્સ, વિડિઓઝ અને અન્ય સામગ્રી દૂર કરવાની માંગ કરવામાં આવી છે.
હિમાયાની પુરી ૧૦ કરોડના નુકસાનની માંગ કરી રહી છે, ઘણી સોશિયલ મીડિયા સંસ્થાઓ અને અજાણ્યા વ્યક્તિઓ સામે કાયમી મનાઈ હુકમ અને વિશ્વભરના વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રકાશિત સામગ્રી દૂર કરવાની માંગ કરી રહી છે. તેણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ, ગુગલ.માઆ અને લિંકડઇનને પણ સૂચનાઓ માંગી છે કે જ્યારે પણ પુરી તેમના ધ્યાન પર લાવે ત્યારે સમાન માનહાનિભર્યા નિવેદનો અથવા આરોપો દૂર કરે. આ કેસની સુનાવણી મંગળવારે થવાની અપેક્ષા છે.
૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલા માનહાનિના દાવા મુજબ, ઘણા સોશિયલ મીડિયા આઉટલેટ્સે આરોપ લગાવવાનું શરૂ કર્યું કે હરદીપ પુરીની પુત્રી હિમયાનીનો જેફરી એપ્સ્ટાઇન અને/અથવા તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ વ્યવસાયિક, નાણાકીય, વ્યક્તિગત અથવા અન્ય નેટવર્ક જાડાણો હતા.
એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે રીઅલ પાર્ટનર્સ એલએલસી, જે કંપનીમાં હિમયાની પુરી કામ કરતી હતી, તેને એપ્સ્ટાઇન અથવા તેના સહયોગીઓ પાસેથી ભંડોળ મળ્યું હતું. આરોપોમાં ભ્રષ્ટાચારનો પણ સમાવેશ થાય છે. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે રોબર્ટ મિલાર્ડે લેહમેન બ્રધર્સનું પતન કરવા માટે પુરી સાથે કથિત રીતે કાવતરું ઘડ્યું હતું.
હિમાયાનીના મુકદ્દમામાં જણાવાયું છે કે, “પ્રતિવાદીઓ નંબર ૧ થી ૧૪ અને ઘણા અજાણ્યા વ્યક્તિઓએ આ પાયાહીન આરોપોને સનસનાટીભર્યા અને ભ્રામક માધ્યમો દ્વારા વ્યૂહાત્મક રીતે પ્રચાર કર્યો છે, જેમાં સંપાદિત વિડિઓઝ, ભ્રામક કેપ્શન અને હેરાફેરી કરેલા થંબનેલ્સનો સમાવેશ થાય છે. આનો હેતુ જાહેર આક્રોશ ભડકાવવાનો અને હરદીપ પુરીની પુત્રી હિમાયાનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો છે.”
વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ હિમાયાની પુરી વતી દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, “હિમાયાનીને બદનામ કરવા અને ભારતમાં અને વૈશ્વિક સ્તરે તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવાના સ્પષ્ટ ઈરાદાથી વ્યવસ્થિત રીતે નિશાન બનાવવામાં આવી રહી છે. આ બધું ફક્ત એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે તે હરદીપ પુરીની પુત્રી છે.”









































