ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું. ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૧૧૮૬.૭૭ પોઈન્ટ વધીને ૭૩,૧૩૪.૩૨ પર બંધ થયો. ૫૦ શેરો ધરાવતો એનએસઇ નિફ્ટી ૩૪૮.૦૦ પોઈન્ટ વધીને ૨૨,૬૭૯.૪૦ પર બંધ થયો. સ્થાનિક બજાર લીલા નિશાનમાં બંધ થયું. ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૧૧૮૬.૭૭ પોઈન્ટ અથવા ૧.૬૫ ટકા વધીને ૭૩,૧૩૪.૩૨ પર બંધ થયો. ૫૦ શેરો ધરાવતો એનએસઇ નિફ્ટી ૩૪૮.૦૦ પોઈન્ટ અથવા ૧.૫૬ ટકા વધીને ૨૨,૬૭૯.૪૦ પર બંધ થયો.
બજારમાં આ અચાનક આવેલા ઉછાળાનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના શાંત થવાના સમાચાર છે. અમેરિકી રાષ્ટીયપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં આપેલા એક નિવેદનમાં સંકેત આપ્યો હતો કે ઈરાન સાથેનો આ સંઘર્ષ આગામી ત્રણ અઠવાડિયામાં સમાપ્ત થઈ શકે છે. બીજી તરફ, ઈરાનના રાષ્ટીયપતિ મસૂદ પેઝેશ્કયને પણ સકારાત્મક વલણ અપનાવતા જણાવ્યું હતું કે તેહરાન આ કટોકટીને ખતમ કરવા માટે જરૂરી ઈચ્છાશક્તિ ધરાવે છે. બંને દેશોના વડાઓ તરફથી આવેલા આ શાંતિપૂર્ણ નિવેદનોને કારણે એશિયાઈ અને વૈશ્વક બજારોમાં હકારાત્મક વાતાવરણ સર્જાયું હતું, જેની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જાવા મળી હતી.
વૈશ્વક બજારોના સકારાત્મક સંકેતોને પગલે ભારતીય બજારમાં શરૂઆતના કારોબારથી જ લેવાલી હાવી રહી હતી. બેંકિંગ, આઈટી અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં સૌથી વધુ તેજી જાવા મળી હતી. રોકાણકારોને આશા છે કે જા યુદ્ધનો અંત આવશે તો ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થશે અને વૈશ્વક સપ્લાય ચેઈન ફરીથી પાટા પર આવશે, જે ભારતીય અર્થતંત્ર માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ આશાવાદને કારણે બ્લુ-ચિપ કંપનીઓના શેરોમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું હતું.
જાકે, તેજીના આ માહોલ વચ્ચે પણ બજારમાં કેટલીક સાવચેતી જાવા મળી રહી છે. આંતરરાષ્ટીય સ્તરે ડોલર પર દબાણ જળવાઈ રહ્યું છે અને અમેરિકી ટ્રેઝરી બોન્ડના વ્યાજ દરોમાં તેજી ચાલુ છે. આ બાબત સૂચવે છે કે રોકાણકારો હજુ પણ સંપૂર્ણપણે જાખમ મુક્ત નથી અને ભવિષ્યની નાણાકીય નીતિઓ પર નજર રાખી રહ્યા છે. તેમ છતાં, યુદ્ધવિરામની અપેક્ષાએ આજે બજારમાં રીંછો પર તેજીવાળાઓ ભારે પડ્યા હતા અને સેન્સેક્સમાં ૧.૬૫ ટકાનો મોટો ઉછાળો નોંધાયો હતો.
આજના કારોબારના અંતે બજારમાં આવેલી આ તેજીથી રોકાણકારોની સંપત્તિમાં લાખો કરોડ રૂપિયાનો વધારો થયો છે. નિષ્ણાતોનું માનવું છે કે જા આગામી દિવસોમાં હોર્મુઝ સ્ટ્રેટ ખુલવા અંગે કોઈ નક્કર જાહેરાત કરવામાં આવશે, તો નિફ્ટી ૨૩,૦૦૦ ના સ્તરને પણ પાર કરી શકે છે. હાલમાં તો બજારની નજર પશ્ચિમ એશિયામાં થતી હિલચાલ અને કાચા તેલના ભાવ પર ટકેલી છે.





































